એક નાની ભૂલે આ મહિલાને બનાવી લાખોપતિ

May 14, 2019
 579
એક નાની ભૂલે આ મહિલાને બનાવી લાખોપતિ

કહેવામાં આવે છે કે, ભૂલ નાની હોય અથવા મોટી તેની સજા જરૂર મળે છે. પરંતુ અમેરિકાના મીશીગનની રહેનારી એન્ટોનેટ ઓસલીની સાથે તેનાથી વિપરીત થયું છે. એન્ટોનેટ ઑસલી એક નાની ભૂલના કારણે લાખોપતિ બની ગઈ છે. એન્ટોનેટ ઑસલીની એક ભૂલે તેમના જીવનને બદલી દીધું છે. એન્ટોનેટ ઑસલી ઘણી વખત લોટરીમાં પૈસા લગાવતી હતી. દરેક વખતે તે પોતાના પુત્રના જન્મદિવસની તારીખ પસંદ કરતી હતી.

દરેક વખતની જેમ આ વખતે પણ તેમને પોતાના બાળકની જન્મની તારીખ અને ઉમરનો આંકડો પસંદ કર્યો હતો. પરંતુ તેમને આ વખતે પોતાના પુત્રની જન્મની તારીખ ખોટી લખી દીધી હતી. દરેક વખતે લોટરીમાં નિષ્ફળ રહેનારી એન્ટોનેટ ઑસલી આ વખતે પણ એ વિચારી રહી છે કે, તેમની લોટરી લાગશે નહીં. પરંતુ જ્યારે રાતે તેમને લોટરીની એપ પર ઇનામનું પરિણામ જોયુ તો તે ખુશી ઉછળી પડી હતી.

હેરાનીની વાત એ છે કે, એન્ટોનેટ ઑસલીને કોઈ સામાન્ય લોટરી લાગી નહોતી તેમને ૫૪ લાખ રૂપિયાનું ઇનામ જીત્યું હતું. તમને જણાવી દઈએ કે, એન્ટોનેટ ઑસલીએ મીશીગનની ચર્ચિત લોટરી ફેંટસી ફાઈવની ટીકીટ ખરીદી હતી. ફેંટસી ફાઈવની લોટરીની ટીકીટ ઓનલાઈન અને ઓફલાઈન બંનેમાં ઉપલબ્ધ હોય છે. તેમના પુત્રનો જન્મદિવસ ૨૦ ના આવે છે પરંતુ ભૂલથી તેમને ૧૯ નંબરની લોટરી પર પૈસા લગાવી દીધા હતા. આ ભૂલે તેમને લખપતિ બનાવી દીધા હતા. લોટરી જીત્યા બાદ એન્ટોનેટ ઑસલીનું કહેવું છે કે, “આટલી મોટી રકમ જીત્યા બાદ હું ઘણી ખુશ છુ અને હવે પોતાનું એક મકાન ખરીદવાનું વિચારી રહી છુ.

Share: