ખોટા ગુજરાત મોડલ ની સાચી વાત 4

May 14, 2019
 740
ખોટા ગુજરાત મોડલ ની સાચી વાત 4

ભાજપ અને મોદી શાહ ની નીતી ના કારણે ભાજપ ને માનતા ભક્તો એટલી હદે જાતિવાદ નું ઝેર પી ને એવા તો આંધળા

થઈ ચૂક્યા છે ગુજરાત મા દેશ ની આઝાદી પછી કોંગ્રેસ ના શાસન દરમિયાન થયેલો ભાઈચારો તૂટવા માંડ્યો છે મહાત્મા ગાંધી ની નીતી પ્રમાણે કોંગ્રેસ ના નક્કર આયોજન ના કારણે ગુજરાત અને દેશ મા મોટા શહેરો મા જાતિવાદ નો અંત થઈ ચૂક્યો હતો અને ગ્રામ્ય વિસ્તારો માં પણ જાતિવાદ નું ઝેર ઘણા અંશે ઓછું થઈ ગયું હતું ત્યારે ગાંધી જી ના ગુજરાત મા પાછલા પખવાડિયા થી સમાચારો મલી રહ્યા છે કે ગ્રામ્ય વિસ્તારોમાં મા દલિત સમાજ ના યુવાનો ના લગન નિમિત્ત ના વરઘોડા ને અમુક ઉચ્ચ વર્ગ ના લોકો પસંદ નથી કરતા અને તેમના વરઘોડા કાઢવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે તેમના વરઘોડા ના રસ્તા ને બંદ કરવામાં આવી રહ્યા છે દલિત સમાજ ને અનાજ શાકભાજી કરિયાણું આપનાર દુકાનદાર ને ગામનો સરપંચ ૫૦૦૦ પાંચ હજાર રૂપિયા જેટલો ગેર કાયદેસર રીતે દંડ કરે છે. વર ઘોડા વખતે રિવોલ્વર અને બંદૂક ની અણી એ વરરાજા ને ઘોડા પર થી ઉતારવા મા આવી રહ્યા છે..

સરકારી ખાતર ની થેલી ઓ મા ૪૦૦ ગ્રામ જેટલું વજન ઓછું હોય છે... નર્મદા ડેમ ની આસપાસ ના ગામો મા પીવાનું પાણી મળતું નથી અને પાણી ની માંગ લઈને સરકાર પાસે ધારા સભ્ય મોરચો લઈ ને જાય છે તો તેમની પણ અટકાયત કરવામાં આવે છે ત્યારે દુઃખ થાય છે કે છેક ૪૦૦ કિલો મીટર દૂર જે પાણી જતું હોય તે પાણી પર પહેલો હક તો આજુ બાજુ ના ગામ લોકો નો હોય પણ ભાજપ સરકાર ના નેતાઓ ને એમ છે કે આ લોકો ના મત અમને નથી મળતા તો અમે પાણી કેમ આપીએ?? ૮૦ ફૂટ ઊંડે ઉતરી ને ગ્રામ્ય વિસ્તાર ના લોકો પાણી લઈ ને પોતાના પરિવાર જનો ની તરસ છિપાવે છે બે બેડાં પાણી મળે તેના માટે આખો દિવસ બગડે છે આ છે બનાસકાંઠા ના વિસ્તાર ની હાલત આ સાચું ગુજરાત મોડલ જે લખતા પણ આંખો ભીની થઇ જાય છે.. પેટ ભરીને પોલીસ અને નેતાઓ ને હપ્તા આપીને જ્યાં ત્યાં ખુલ્લે આમ દેશી વિદેશી દારૂ વેચાય છે અને કોઈ દબાણ વસ કે ઈમાનદાર પોલીસ અધિકારી દારૂના અડ્ડા ઉપર રેડ પાડવા જાય છે તો તેમના પર પણ બુટલેગર પરિવાર અને તેમના સાથીઓ દ્વારા હુમલા કરવામાં આવે છે અને આ અસામાજિક તત્ત્વો ને ભાજપ ના નેતાઓ દ્વારા અંદર ખાને સાઠ ગાંઠ હોવા ના કારણે તેમના પર ઈમાનદાર પોલીસ અધિકારીઓ એ કરેલા કેસો મા પણ જે તે સાક્ષી ઓ ને ફેરવી ને આ તત્વો કોર્ટ મા થી છૂટી જાય છે. આ અસામાજિક તત્ત્વો નો સાથ સહકાર લઈ ને નેતાઓ પોતાના રાજકીય દુશ્મનો પર હુમલા કરાવી ને ડરાવે છે તેના કારણે રાજ્ય ના નાગરિકો બિચારા બનીને પોતાના પરિવાર ની સલામતી ની ચિંતા કરીને કોઈ ના મામલા મા પડીને એક નાગરિક તરીકે ની ફરજ બજાવતા અસામાજિક તત્ત્વો થી અને ગુંડા નેતાઓ થી ડરે છે. કહેવા ખાતર મહાત્મા ગાંધી નું ગુજરાત કહેવું પડે છે. ત્યારે ભગવાન ને પ્રાર્થના કરું છુ કે ગુજરાત અને દેશ મા થી ભાજપ નું શાસન જાય. જય હો.

Share: