ગુજરાત મા જાતિવાદ નું ઝેર પાઈને મોદી શાહ નો ઉદય

May 14, 2019
 947
ગુજરાત મા જાતિવાદ નું ઝેર પાઈને મોદી શાહ નો ઉદય

ગુજરાત મા છેલ્લા 23 વર્ષ થી ભાજપ નું શાસન છે નરેન્દ્ર મોદી એ ૨૦૦૧ ના પાછલા મહિનાઓ મા ગુજરાત ની ગાદી સંભાળી ત્યાર પછી થોડાં સમય ગાળા મા જ ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેન માં યાત્રીઓ સાથે ચા વેચતા ફેરિયા ઓ ને ઝગડો થતાં તે ટ્રેન ને રોકી ને સળગાવવા મા આવ્યા બાદ એક ડબા ના 55 જેટલા યાત્રીઓ બળી ને ખાખ થઇ ગયા અને આ યાત્રીઓ ની ઓળખ અયોધ્યા થી આવેલા કાર સેવકો તરીકે થતાં સમગ્ર ગુજરાત ભર મા જનતા એ ગુસ્સો કરીને હિંસક રૂપ ધારણ કરી ને ૨૦૦૦ બે હજાર જેટલા નિર્દોષો ને બેરહેમી થી મોત ને ઘાટ ઉતાર્યા હતા તે સમય ના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી એ પોતાની ફરજ નહિ બજાવવા નો અને હિંસક ટોળાઓ ને કાબુ માં નહિ લેવા માટે તેમની ઉપર આરોપ દેશ વિદેશ ની જનતા અને રાજનેતાઓ દ્વારા કરવામાં આવ્યો છે પણ આ ઘટના બાદ નરેન્દ્ર મોદી ની ફરજ હતી કે મુખ્ય મંત્રી તરીકે રાજીનામું આપવું જોઈએ પણ ભાજપ અને આરએસએસ ની નેતાગીરી એ તેમને હિંદુ ના સમ્રાટ તરીકે નવાજ્યા હતાં અને તેના કારણે નરેન્દ્ર મોદીએ પોતે સામાન્ય માણસ મટીને જાણે હિંદુ સમ્રાટ નું બિહામણું રૂપ ધારણ કરી ને સમગ્ર ગુજરાત ની ૬૫/૭૦ ટકા જેટલી જનતા ના દિમાગ ને વોશ કરી ને એક ચક્રી શાસન કર્યું હતું.

અને ૨૦૦૨.૨૦૦૭ .૨૦૧૨ ની વિધાનસભા ચૂંટણીમાં પણ એક સમૂહ ના વિરોધ નું અને પાકિસ્તાન વિરુદ્ધ નું અને ગુજરાત ની રાજનીતિ ને કોઈ પણ પ્રકાર ની લેવા દેવા વગર ની વાતો કરી ને મત મેળવી ને ભાજપ અને નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકાર બનાવી ને આર્થિક રીતે ગુજરાત રાજ્ય ના અર્થ તંત્ર ને તબાહ કરી નાખ્યું હતું અને આજે એ હાલત છે કે ગુજરાત રાજ્ય પર ૨૫૦૦૦૦૦ અઢી લાખ કરોડ રૂપિયા થી વધારે દેવું થઈ ચૂક્યું છે. ત્યાર બાદ દેશ ની ખાનગી મિડીયા નું પેટ ભરી ને ગુજરાત મોડલ ની ખોટી વાતો ચગાવી ને તે પછી દેશ પર ભાજપ ને બહુમતી મળતા નરેન્દ્ર મોદી દેશ ના વડા પ્રધાન બન્યા હતા તેમને પણ ૨૦૧૪ થી ૨૦૧૯ એટલે કે હાલ લોકસભા ચૂંટણી ના 6 ચરણ પૂરા થયા છે ત્યાર સુધી નરેન્દ્ર મોદી ના શાસન દરમિયાન બીજું ૩૦૦૦૦૦૦ ત્રીસ લાખ કરોડ રૂપિયા નું દેવું વઘ્યું છે. દેશ મા ભાઈ ચારો તૂટ્યો છે. અર્થ તંત્ર ની કમર તૂટી ગઈ છે. ગરીબ અને મધ્યમવર્ગના પરિવાર ના લોકો પોતાના પરિવાર નું ભવિષ્ય માં શું થશે તેની ચિંતા મા લાગી ગયા છે. પાછલા 5 વર્ષ દરમિયાન નવી નોકરીઓ પેદા નથી થઈ પણ એક કરોડ જેટલા લોકો ની નોકરી છીનવાઈ ગઈ છે. દેશ ના માર્કેટ પર ચીન મા બનેલી વસ્તુઓ નું વેચાણ વધી રહ્યું છે જેના કારણે દેશ ના નાના નાના ફેકટરી કારખાના બંધ થઈ ગયા છે જેમની પાસે રૂપિયા છે તે લોકો ટ્રેડિંગ કરતા થયા છે પણ મજૂર વર્ગ કારીગર વર્ગ રસ્તે રખડતે થઈ ગયો છે. મોંઘવારી અને ધંધાદારી ગ્રોથ ના આંકડા નરેન્દ્ર મોદી સરકાર દર વખતે ખોટા બહાર પાડે છે તે આરોપ દેશ ના અર્થ શાસ્ત્રીઓ હાલ ની દેશ ની પરિસ્થિતિ જોઈ ને કહી રહ્યા છે અને તે વાત સાથે સંમત થઈ ને ભાજપ નેતા સુબરમણ્યમ સ્વામી સુર મા સુર પુરાવી રહ્યા છે. કારણ કે તે વાત સત્ય છે. દેશ ની ઘણી બધી બુદ્ધિ શાળી જનતા ને પણ હાલ ઇ વી એમ થી થઈ રહેલી ચુંટણી પર વિશ્વાસ નથી કારણ કે ચુંટણી પંચ પણ નરેન્દ્ર મોદી તરફી જ કામ કરી રહ્યું છે તે દેશ ની જનતા ને દેખાઈ રહ્યું છે. હાલ ના 6 ચરણ ના મતદાન બાદ દેશ મા સાચા રાજકીય પંડિતો દ્વારા એવું માનવા મા આવી રહ્યું છે કે આ વખતે ભાજપ અને નરેન્દ્ર મોદી તરફી જનતા મા હદ બહાર નો ગુસ્સો હોવા ના કારણે ભાજપ ને ૧૦૦/૧૨૫ સીટો ઓછી આવશે. પણ જનતા ને ડર પેસી ગયો છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ની જોડી કોઈ પણ પ્રકારના ખોટા કામો કરીને સત્તા હાંસલ કરી શકે છે.

Share: