વર્લ્ડ કપ : ફિક્સિંગ રોકવા માટે આઈસીસીએ ઉઠાવ્યું આ મોટું પગલું

May 15, 2019
 133
વર્લ્ડ કપ : ફિક્સિંગ રોકવા માટે આઈસીસીએ ઉઠાવ્યું આ મોટું પગલું

આઈસીસી આ દિવસોમાં ફિક્સિંગને લઈને ઘણી સાવચેત જોવા મળી રહી છે. ૩૦ મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થનારા વર્લ્ડ કપમાં ફિક્સિંગને રોકવા માટે આઈસીસીએ મોટું પગલું ઉઠાવ્યું છે. ટુર્નામેન્ટમાં ભાગ લેનારી બધી ટીમોની સાથે એન્ટી કરપ્શન ઓફિસર પણ હશે જે એ નક્કી કરશે કે, કોઈ ગડબડ તો નથી.

ડેલી ટેલીગ્રાફના સમાચાર મુજબ આ અધિકારી વોર્મઅપ મેચથી લઈને ટુર્નામેન્ટની અંત સુધી ટીમની સાથે રહેશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ અગાઉ આઈસીસીના એન્ટી કરપ્શન અધિકારી દરેક વેન્યુ પર હાજર રહેતા હતા. તેના કારણે ટીમોને ટુર્નામેન્ટ દરમિયાન ઘણા અધિકારીઓથી સંપર્ક કરવો પડતો હતો. તેમ છતાં આ વખતે એવું નથી. હવે દરેક ટીમની સાથે એક અધિકારી અભ્યાસ મેચથી ટુર્નામેન્ટના અંત સુધી રહેશે અને તેમની હોટલમાં રોકાશે જ્યાં ટીમ રોકાશે.”

આઈસીસીના મુજબ ટીમોની સાથે હોટલમાં રોકાવવાના કારણે અધિકારી વધુ નજીકથી ખેલાડીઓ પર નજર રાખી શકશે અને કોઈ પણ પ્રકારની શંકાસ્પદ પ્રવુતિને શોધી શકશે.

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ ની શરૂઆત ૩૦ મેથી થઈ રહી છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડની યજમાનીમાં થઈ રહેલા આ વર્લ્ડ કપમાં દુનિયાની ટોપ દસ ટીમો મેદાનમાં ઉતરી રહી છે. જયારે ક્રિકેટના આ મહાકુંભની પ્રથમ મેચ યજમાન ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની વચ્ચે ૩૦ મેના લંડનમાં રમશે. જો ભારતીય ટીમની વાત કરીએ તો તે ૫ જુનના સાઉથ આફ્રિકા સામે પોતાની પ્રથમ મેચ રમી વર્લ્ડ કપની શરુઆત કરશે. આ મેચ સાઉથમ્પટનમાં રમાશે. આ વખતે વર્લ્ડ કપમાં બધી મેચ રોબીન રાઉન્ડના મુજબ રમાવવાની છે.

Share: