ખાતરકોભાંડ અને દલિતોના વરઘોડા મુદ્દે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ આજે રાજ્યપાલને મળશે.

May 15, 2019
 693
ખાતરકોભાંડ અને દલિતોના વરઘોડા મુદ્દે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ આજે રાજ્યપાલને મળશે.

ઓછું ખાતર આપી જીએસએફસી અને ભાજપ સરકારે ખેડૂતો પાસેથી રૂ. ૨૦૦ કરોડ લઈ લીધા છે. તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યએ ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળીને એવી રજુઆત કરી હતી કે, ભેજને કારણે ખાતરનું વજન વધે પણ ઘટે નહિ. ટેકનિકલ ભૂલ દર્શાવી ખાતરકોભાંડ પર ઠંડુપાણી રેડી દેવામાં આવ્યું છે. સરકારે જીએસએફસીના જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા જોઈએ. કોંગ્રેસે એવી ચીમકી ઉચ્ચારી છે કે, જો સરકાર પગલાં નહિ ભરે તો, કોંગ્રેસ જીએસએફસીના એમડી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવશે.

આજે સાંજે ૪ વાગે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, વિપશ્યના નેતા પરેશ ધાનાણી સહિતના ધારાસભ્યોનું રાજ્યપાલ ઓ.પી. કોહલીને મળીને આવેદનપત્ર આપશે. કોંગ્રેસ દલિતોને લગ્નપ્રસંગે વરઘોડો કાઢવા દેવામાં આવતા નથી. તે મુદ્દે આક્રમક રીતે રજૂઆત કરશે.

Share: