પ.બંગાળમાં ભાજપના નેતા ઋત્વિક પટેલ ઘર છોડી ભાગ્યા, ધાબે છુપાઈ જવું પડ્યું.

May 15, 2019
 757
પ.બંગાળમાં ભાજપના નેતા ઋત્વિક પટેલ ઘર છોડી ભાગ્યા, ધાબે છુપાઈ જવું પડ્યું.

ચૂંટણી પ્રચાર કરવા પ.બંગાળ ગયેલા ભાજપના નેતાઓ પર તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો એ હુમલો કર્યો હતો પરિણામે જીવ બચાવીને ભાગવું પડ્યું હતું. ટીએમસીના ડરથી ભાજપના નેતાઓને એટલો ડર લાગ્યો હતો કે, ઘરના ધાબે મિટિંગ કરવી પડી હતી. ઘરમાં જ બેસી કાર્યકરો સાથે ચૂંટણી લક્ષી વાતો કરી પડી હતી. પ.બંગાળમાં ચૂંટણી પ્રચાર કરવા ગયેલા ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિક પટેલ સહિતના ગુજરાતી કાર્યકરો પર હુમલો થયો હતો. જેના કારણે આ નેતાઓ ઘરના ધાબે છુપાઈ જવું પડ્યું હતું.

બારસાત લોકસભા બેઠકમાં ભાજપના નેતા ઋત્વિક પટેલ કાર્યકરો સાથે એક સ્થાનિક નેતા ટીએમસીના કાર્યકરોએ હુમલો કરી તેમની કારના કાચ ફોડી નાખ્યા હતા. ભાજપના નેતાઓ પાકીટ, મોબાઈલ ફોન લીધા વિના જીવ બચાવીને ભાગ્યા હતા. ભાજપના નેતા પ્રકાશ ગુર્જરે પણ પ.બંગાળના એક સ્થાનિક નેતાના ઘરમાં છુપાઈ જવું પડ્યું હતું.

Share: