ખાતરકૌભાંડ: કૃષિમંત્રી જીએસએફસીના કૌભાંડી અધિકારીઓ સામે કોંગ્રેસ પોલીસ ફરિયાદ નોંધાવશે.

May 15, 2019
 690
ખાતરકૌભાંડ: કૃષિમંત્રી જીએસએફસીના કૌભાંડી અધિકારીઓ સામે કોંગ્રેસ પોલીસ ફરિયાદ નોંધાવશે.

જીએસએફસીની ખાતરની થેલીઓમાં ઓછું ખાતર આપી લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે એવો આરોપ મુક્યો છે કે, ભાજપ સરકાર જીએસએફસીના એમડીને બચાવવા ભરપૂર પ્રયાસો કરી રહી છે. ગાંધીનગરમાં ધારાસભ્ય ક્વાર્ટરમાં પત્રકાર પરિષદમાં કોંગ્રેસના ધારાસભ્યએ જણાવ્યું કે, ઓછું ખાતર આપી જીએસએફસી એ રવિ ખરીફ સીઝનમાં કુલ મળીને રૂ. ૨૦૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ત્યારે મગફળી, તુવેરકાંડની જેમ ખાતારકાંડમાં ય સરકાર જવાબદારો સામે પગલાં લેવાને બદલે છાવરવામાં આવી રહ્યા છે.

જીએસએફસી એ એવો ખુલાસો કર્યો છે કે, ભેજના કારણે ખાતરની થેલીમાં વજન ઘટ્યું છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા, લલિત કગથરાએ દાવો કર્યો છે કે, ભેજના કારણે વજન વધે પણ ઘરે નહિ. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે, જો સરકાર પગલાં નહિ ભરે તો, અધિકારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવશે.

Share: