ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર જીએસ લક્ષ્મીએ રચ્યો ઈતિહાસ, આઇસીસીની પ્રથમ મહિલા મેચ રેફરી બની

May 15, 2019
 215
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર જીએસ લક્ષ્મીએ રચ્યો ઈતિહાસ, આઇસીસીની પ્રથમ મહિલા મેચ રેફરી બની

ભારતની જીએસ લક્ષ્મી આંતરરાષ્ટ્રીય પેનલમાં પસંદ કરવામાં આવનારી આઈસીસીની પ્રથમ મહિલા મેચ રેફરી બની ગઈ છે. જીએસ લક્ષ્મી પહેલા આ મહીને ક્લેયર પોલોસફ પ્રથમ વખત પુરુષ વનડે મેચનું પ્રતિનિધિત્વ કરનારી મહિના અમ્પાયર બની હતી અને હવે લક્ષ્મી આંતરરાષ્ટ્રીય મેચ રેફરી બની ગઈ છે.

૫૧ વર્ષીય લક્ષ્મી ઘરેલું મહિલા ક્રિકેટમાં ૨૦૦૮-૦૯ દરમિયાન મેચ રેફરીના પદ પર રહી ચુકી છે અને તેના સિવાય તે ત્રણ મહિલા વનડે મેચ અને એટલી જ મહિલા ટી-૨૦ મેચમાં પણ રેફરીની ભૂમિકા પણ નિભાવી ચુકી છે અને તેના સિવાય તે ત્રણ મહિલા વનડે મેચ અને એટલી જ મહીલ ટી-૨૦ મેચમાં પણ રેફરીની ભૂમિકા નિભાવી ચુકી છે.

જીએસ લક્ષ્મીએ જણાવ્યું છે કે, “આઈસીસી દ્વ્રારા આંતરરાષ્ટ્રીય પેનલમાં પસંદ કરવી મારા માટે સમ્માનની વાત છે કેમકે આ મારા માટે નવા રસ્તા ખોલશે. ભારતમાં એક ક્રિકેટર અને મેચ રેફરીના રૂપમાં મારી લાંબી કારકિર્દી રહી છે. મેં પોતાના અનુભવને એક ખેલાડી અને મેચ અધિકારીના રૂપમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર સારી રીતથી ઉપયોગ કરવાની આશા કરુ છુ.”

તેમને જણાવ્યું છે કે, “હું આઈસીસી, બીસીસીઆઈના અધિકારીઓ અને તેમના બધા ખેલાડીઓનો આભાર માનું છુ, જેમને મારુ સમર્થન કર્યું છે. મને આશા છે કે, હું પોતાની સંપૂર્ણ ક્ષમતાનું પ્રદર્શન કરીશ અને પોતાની જવાબદારી પર યોગ્ય ઉતરવાનો પ્રયાસ કરીશ.”

આઈસીસીના અમ્પાયર અને રેફરીના સીનીયર મેનેજર એડ્રિયન ગ્રીફીથે જણાવ્યું છે કે, “અમે લક્ષ્મી અને એલોસની પેનલમાં સ્વાગત કરીએ છીએ. તેમની નિયુક્તી મહિલા અધિકારીઓને પ્રોત્સાહિત કરવાની અમારી પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમની આ પ્રગતિને જોઇને ઘણા ખુશ છીએ અને આ અન્ય મહિલાઓ માટે પ્રેરણાનું ઉદાહરણ બનશે. હું તેમને લાંબી અને શાનદાર કારકિર્દી માટે શુભકામનાઓ આપું છુ.

Share: