જાણો કોણ છે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, જેની મૂર્તિ તોડી પાડવાથી, બંગાળમાં ગરમાઈ રાજનીતિ

May 15, 2019
 718
જાણો કોણ છે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, જેની મૂર્તિ તોડી પાડવાથી, બંગાળમાં ગરમાઈ રાજનીતિ

કોલકાતામાં ભાજપ અઘ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન બેકાબૂ બનેલ હિંસા દરમિયાન કોલેજ કેમ્પસમાં સ્થાપિત મહાન દાર્શનિક, સમાજ સુધારક અને લેખક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડવામાં આવી. તૃણમૂલે આ માટે ભાજપના કાર્યકરો અને સમર્થકો પર આરોપ લાગવ્યો છે. હિંસા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સહિત તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રોફાઇલ્સ ફોટા મૂક્યા છે.

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કોણ છે

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ કોલકતામાં ૨૬ સપ્ટેમ્બર, ૧૮૨૦ ના રોજ થયો હતો. તે એક પ્રસિદ્ધ સમાજ સુધારક, શિક્ષણશાસ્ત્રી અને સ્વતંત્રતા સેનાની હતા. તેમને ગરીબો અને દલિતોના સંરક્ષક માનવામાં આવતા હતાં. તેઓએ સ્ત્રી શિક્ષણ અને વિધવા લગ્ન સામે અવાજ ઉઠાવ્યો હતો.

તેમણે 'મેટ્રોપોલિટન વિદ્યાલય' જેવી ઘણી સ્ત્રી શાળાઓની સ્થાપના કરી હતી અને વર્ષ ૧૮૪૮ માં, વૈતાલ પંચવિંશતિ નામની બંગાળી ભાષાની પ્રથમ ગદ્ય રચના પ્રકાશિત કરી હતી. નૈતિક મૂલ્યોના સંરક્ષક અને શિક્ષણશાસ્ત્રી વિદ્યાસાગરના માનવું છે કે અંગ્રેજી અને સંસ્કૃત ભાષાના જ્ઞાનનો સમન્યવય કરીને ભારતીય અને પશ્ચિમી પરંપરાઓના શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરી શકાય છે.

જન્મ અને અભ્યાસ

વિદ્યાસાગરનો જન્મ પશ્ચિમ બંગાળના મેદિનિપુર જિલ્લાના ગરીબ પરંતુ ધાર્મિક પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ઠાકુરદાસ બંધોપાધ્યાય અને માતાનું નામ ભગવતી દેવી હતું. તેમનું બાળપણ ઘણું ગરીબીમાં ગુજર્યું હતું. ગ્રામ્ય શાળામાંથી શરૂઆતનું શિક્ષણ લીધા બાદ, તેઓ તેમના પિતા સાથે કોલકતા આવી ગયા હતા. તે ઝડપથી વસ્તુઓને શીખી લેતા હતા. અભ્યાસમાં સારા હોવાને લીધે, તેમને અનેક સંસ્થાઓમાંથી શિષ્યવૃત્તિ મળી હતી. તે ખૂબ વિદ્વાન હતા, જેના માટે તેને વિદ્યાસાગરનું શિર્ષક આપવામાં આવ્યું હતું.

વ્યાપારિક જીવન

વર્ષ ૧૮૩૯ માં વિદ્યાસાગરએ કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા. ૨૧ વર્ષની વયે, ૧૮૪૧ માં તેમણે ફોર્ટ વિલિયમ કોલેજ ખાતે શિક્ષણ લેવાનું શરૂ કરી દીધું હતું. અહીં પાંચ વર્ષ સુધી સેવા આપ્યા બાદ, તેમણે તે છોડી દીધું અને સંસ્કૃત કોલેજના સહાયક સચિવ તરીકે નિયુક્ત થયા. પ્રથમ વર્ષથી, તેમણે શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવા માટે વહીવટોની ભલામણો રજૂ કરી હતી. જેના કારણે તેમના અને કૉલેજ સેક્રેટરી રસોમય દત્તા વચ્ચે અથડામણ થઈ. આ કારણે, તેમને કૉલેજ છોડી દીધી. ૧૮૪૯ માં તેઓ ફરીથી પ્રોફેસર તરીકે સંસ્કૃત કોલેજ માં જોડાયા હતા.

સમાજ સુધારક

સમાજ સુધારણા હેઠળ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે સ્થાનિક ભાષાઓ અને છોકરીઓના શિક્ષણ માટે કોલકાતામાં મેટ્રોપોલિટન કોલેજની સ્થાપના કરી હતી. આ શાળાઓ ચલાવવાનો સંપૂર્ણ ખર્ચ તેમણે તેમના ખભા પર લીધો. તેના માટે, તેઓ બંગાળીમાં લખેલી પુસ્તકો, જે ખાસ કરીને શાળાના બાળકો માટે લખવામાં આવતું હતું તેના વેચાણ માંથી ભંડોળ એકત્ર કરતા હતા.

જ્યારે તેમને સંસ્કૃત કોલેજના પ્રિન્સિપાલ બનાવવામાં આવ્યા ત્યારે તેમણે તમામ જાતિના બાળકો માટે કોલેજના દરવાજા ખોલ્યા હતા. તેમના વારંવાર કરેલ પ્રચારના પરિણામેં વિધવા પુનઃવિવાહ કાનૂન એક્ટ-૧૮૫૬ પસાર થઈ હતી. તેમને પોતે વિધવા સાથે તેમના દીકરાંના લગ્ન કરાવ્યા હતા. તેમને બહુપત્નીત્વ અને બાળ લગ્ન પ્રથા સામે અવાજ ઉઠાવ્યો હતો.

Share: