
વ્હોટ્સએપ પોતાના નવા બીટા અપડેટમાં કેટલીક નવી ઈમોજી લઈને આવ્યું છે જેની ડીઝાઇન પહેલાની ઈમોજીથી થોડી અલગ હશે. કુલ ૧૫૫ ઈમોજી એવી છે, જેની ડીઝાઇન બદલાઈ ગઈ છે. એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર નવા અપડેટ ૨.૧૯.૧૩૯ માં આ ઈમોજી જોઈ શકે છે.
WABetaInfo ની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જલ્દી જ આ ઈમોજી ગુગલ પળે સ્ટોર પર બધા યુઝર્સ માટે સ્ટેબલ અપડેટમાં પણ આવી શકે છે. ફેસબુકની ઓનરિશપ વાળા વ્હોટ્સએપના વેબ વર્જન પર જલ્દી આ અપડેટ આવશે.
૨૩ ઈમોજીને પહેલા કરવામાં આવી ઇમ્પ્રુવ
થોડા દિવસો પહેલા WABetaInfo તરફથી કહેવામાં આવ્યું હતું કે, વ્હોટ્સએપે બીટા અપડેટ ૨.૧૮.૩૮૪ માં ૩૫૭ અને ૨.૧૯.૨૧ વર્ઝનમાં ૨૭ ઈમોજીને લેઆઉટ ઇમ્પ્રુવ કરી છે. હવે લેટેસ્ટ અપડેટ ૨.૧૯.૧૩૯ માં ૧૫૫ અને ઈમોજી નવા લેઆઉટની સાથે સ્પોટ થઈ છે. આ ઈમોજીથી જોડાયેલ કેટલીક ફોટો પણ WABetaInfo તરફથી શેર કરવામાં આવી છે, જેમાં જુના અને નવા ઈમોજી એક સાથે દેખાઈ રહ્યા છે. સ્પસ્ટ દેખાઈ રહ્યું છે કે, વ્હોટ્સએપે સંપૂર્ણ રીતે ઈમોજી બદલ્યા નથી, પરંતુ કેટલાક ઈમોજીના ડીઝાઈન બદલાઈ ગયા છે, જ્યારે, ઘણા ઈમોજીમાં નાના-નાના ફેરફાર કરવામાં આવ્યા છે, જે એક વખતમાં કદાચ સમજી પણ શકાય નહીં. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ બીટા વર્ઝનમાં ચેટ માટે નાઈટ મોડ કોમ્પેટિબિલિટી ઓપ્શન પણ આપવામાં આવ્યું છે.
WABetaInfo ની રિપોર્ટ માનવામાં આવે તો આ અપડેટને એન્ડ્રોઇડ અને આઈઓએસ બંને માટે લોન્ચ કરવામાં આવશે, તેની સાથે જ એપમાં સ્ટીકર નોટિફિકેશન પ્રિવ્યુ ફીચર પણ જલ્દી એડ કરવામાં આવશે.