એરટેલે સમાપ્ત કર્યા ૪૯૯ રૂપિયાથી ઓછાના પોસ્ટપેડ પ્લાન્સ

May 16, 2019
 355
એરટેલે સમાપ્ત કર્યા ૪૯૯ રૂપિયાથી ઓછાના પોસ્ટપેડ પ્લાન્સ

એરટેલે પોતાની ઈન્કમ વધારવા માટે ૪૯૯ રૂપિયાથી ઓછી કિંમત વાળા પોસ્ટપેડ પ્લાન્સને બંધ કરી દીધો છે. એરટેલે પોસ્ટપેડ કસ્ટમર્સ માટે એન્ટ્રી લેવલ પ્લાનની ન્યૂનતમ કિંમત ૪૯૯ રૂપિયા કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે, ભારતી એરટેલના ૨૮.૪ કરોડના સબ્સક્રાઈબર્સના ૫ થી ૭ તાક ભાગ પોસ્ટપેડ કસ્ટમર્સનો છે, પરંતુ આવામાં તેમનું યોગદાન માત્ર ૨૦ થી ૨૫ ટકા જ રહ્યું છે.

યુઝર્સની પાસે ઉપલબ્ધ છે આ પ્લાન્સ

એરટેલ હવે માત્ર ૪૯૯, ૭૪૯, ૯૯૯ અને ૧૫૯૯ રૂપિયાના ચાર પોસ્ટપેડ પ્લાન્સ ઓફર કરી રહી છે, જેને ૧ મે ૨૦૧૯ થી શરુ કરી દેવામાં આવ્યો છે. આ જાણકારી એરટેલના સ્ટોર્સ, એપ અને કસ્ટમર કેરથી પ્રાપ્ત કરવામાં આવી છે.

એરટેલની વિરોધી કંપની રિલાયન્સ જિયોના બે વર્ષ પહેલા એન્ટ્રી કર્યા બાદ એરટેલ પર ઘણો ફાઈન્શીયલ પ્રેશર આવી ગયું છે. જયારે ભારતીય મોબાઈલ બીઝનેસથી તેમને ઘણું નુકસાન પણ થયું છે. એવામાં કંપનીએ ૪૯૯ રૂપિયાથી ઓછી કિંમત વાળા પોસ્ટપેડ પ્લાન્સને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

ઉઉલ્લેખનીય છે કે, એરટેલે નવા ગ્રાહકોને આકર્ષિત કરવા માટે પોતાના પોસ્ટપેડ પ્લાન્સમાં ફેરફાર કરી છે. એરટેલે ૩૯૯ રૂપિયા વાળા પ્લાનને બદલતા નવો ૪૯૯ રૂપિયા વાળો પ્લાન પ્રસ્તુત કર્યો છે. ૪૯૯ રૂપિયાના સૌથી સસ્તા પ્લાનમાં યુઝર્સને ડેટા રોલઓવર ઓપ્શન સાથે ૭૫ જીબી ૩જી/૪જી ડેટા મળી રહ્યો છે. તેના સિવાય આ પ્લાનમાં યુઝર્સને દરરોજ ૧૦૦ ફ્રી એસએમએસ મળશે અને અનલીમીટેડ લોકલ/એસટીડી કોલિંગ પણ આપવામાં આવશે. જયારે ૯૯૯ રૂપિયા વાળા પ્લાન્સને અપગ્રેડ કર્યું છે જેમાં ગ્રાહકોને ૧૫૦ જીબી ડેટા સિવાય અનલીમીટેડ વોઈસ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આવી રીતે કંપનીએ ૧૫૯૯ રૂપિયા વાળા પ્લાનમાં પણ ફેરફાર કર્યો છે જેમાં હવે અનલીમીટેડ ડેટા અને ફ્રી વોઈસ કોલિંગ ગ્રાહકને મળશે.

Share: