જસપ્રીત બુમરાહે પસંદ કરી મુંબઈ ઇન્ડિયન્સની ઓલ ટાઈમ ઈલેવન

May 17, 2019
 831
જસપ્રીત બુમરાહે પસંદ કરી મુંબઈ ઇન્ડિયન્સની ઓલ ટાઈમ ઈલેવન

મુંબઈ ઇન્ડિયન્સના ઝડપી બોલર જસપ્રીત બુમરાહે આ આઈપીએલની સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જસપ્રીત બુમરાહે આ સીઝન ૧૬ મેચમાં ૧૬ વિકેટ લીધી અને આ દરમિયાન તેમન ઈકોનોમી માત્ર ૬.૬૩ ની રહી છે. જો મુંબઈ ઇન્ડિયન્સ ચોથી વખત આઈપીએલની ચેમ્પિયન છે તેમાં મોટા ભાગનો શ્રેય જસપ્રીત બુમરાહને જાય છે. જે ઘણી તક પર શાનદાર બોલિંગ કરી ટીમને સંકટથી બહાર લાવ્યા છે. જસપ્રીત બુમરાહે હવે મુંબઈ ઇન્ડિયન્સની ઓલ ટાઈમ આઈપીએલ ઈલેવનની પસંદગી કરી છે, જેમાં ઘણા ખેલાડી એવા પણ સામેલ છે જે હવે બીજી ટીમો માટે રમી રહ્યા છે. ખાસ વાત એ છે કે, જસપ્રીત બુમરાહે પોતાની આ ટીમમાં માત્ર ૩ જ વિદેશી ખેલાડીઓને સામેલ કર્યા છે.

જસપ્રીત બુમરાહે ઓપનર બેટ્સમેન તરીકે ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ભૂતપૂર્વ દિગ્ગજ સચિન તેંડુલકરને પસંદ કર્યા છે. સચિન તેંડુલકર આ સમયે મુંબઈના મેન્ટર પણ છે. ત્રીજા નંબર પર બેટિંગ કરવા માટે તેમને અંબાતી રાયડુને પસંદ કર્યા છે. અંબાતી રાયડુ આ સમયે ચેન્નાઈ સુપર કિંગ્સ ભાગ છે પરંતુ મુંબઈ ઇન્ડિયન્સ માટે પણ તે રમી ચુક્યા છે. ચોથા નંબર પર જસપ્રીત બુમરાહે દિનેશ કાર્તિકને પસંદ કર્યા છે જે વિકેટકીપર બેટ્સમેન હશે. દિનેશ કાર્તિક આ સમયે કેકેઆરના કેપ્ટન છે પરંતુ મુંબઈ ઇન્દીય્સ માટે પહેલા રમી ચુક્યા છે. ક્વિન્ટન ડી કોક આ સીઝન શાનદાર પ્રદર્શન કર્યું હોવા છતાં જસપ્રીત બુમરાહે દિનેશ કાર્તિકને મહત્વ આપી દીધું છે.

પાંચમાં, છઠ્ઠા અને સાતમાં સ્થાન માટે જસપ્રીત બુમરાહે હાર્દિક પંડ્યા, કેરોન પોલાર્ડ અને કૃણાલ પંડ્યાને પસંદ કર્યા છે. હરભજન સિંહને એકમાત્ર સ્પિનર તરીકે તેમને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. હરભજન સિંહ ૨૦૧૭ સુધી મુંબઈની ટીમના ભાગ હતા. ૩ ઝડપી બોલરો તરીકે તેમને પોતાને, લસિથ મલિંગા અને મિચેલ જોનસનને રાખ્યા છે.

જસપ્રીત બુમરાહની ઓલ ટાઈમ મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલ ઈલેવન : સચિન તેંડુલકર, રોહિત શર્મા (કેપ્ટન), અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કેરોન પોલાર્ડ, કુણાલ પંડ્યા, હરભજન સિંહ, જસપ્રીત બુમરાહ, લસિથ મલિંગા અને મિચેલ જોનસન.

Share: