ઇન્ટરનેટ વગર પણ જોઈ શકાશે ગૂગલ પર રોડ મેપ, જાણો કેવી રીતે

May 18, 2019
 1132
ઇન્ટરનેટ વગર પણ જોઈ શકાશે ગૂગલ પર રોડ મેપ, જાણો કેવી રીતે

જો તમે કોઈ અજાણ્યા સ્થળ પર ફરવા જઇ રહ્યા છો, તો ગૂગલ મેપ તમને ઘણી મદદ કરે છે. આનાથી તમે રસ્તાની માહિતી સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે ઇન્ટરનેટની જરૂર હોય છે. જો કે, એવું જરૂરી નથી કે બધી જગ્યાએ ઇન્ટરનેટ કનેક્શન સારું જ હોય. જો ઇન્ટરનેટ કનેક્શન સારું નથી, તો તમે ગૂગલ મેપનો ઉપયોગ નહીં કરી શકો. આ માટે એક સુવિધા પ્રદાન કરવામાં આવી છે. તમે આ એપ્લિકેશનમાં ઑફલાઇન મેપનો ઉપયોગ કરી શકો છો. તમે કોઈપણ એરિયાનો નકશો ડાઉનલોડ કરી શકો છો. આનાથી તમે ઇન્ટરનેટ કનેક્શન વગર પણ રસ્તાની જાણકારી મેળવી શકશો.

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આવી રીતે ડાઉનલોડ કરો ઑફલાઇન મેપ:

➨ સૌ પ્રથમ, તમારા એન્ડ્રોઇડ ઉપકરણમાં ગૂગલ મેપને ખોલો.

➨ આ પછી, ઇન્ટરનેટનો ઉપયોગ કરીને સાઇન-ઇન કરો.

➨ હવે તમે જયાં જવા માંગો છો તે રસ્તો શોધો.

➨ આ પછી ડાઉનલોડ ઑફલાઇન મેપ પર ક્લીક કરો.

➨ પછી તમારા ફોનમાં ઑફલાઇન મેપ ડાઉનલોડ થઈ જશે.

આઇઓએસમાં આવી રીતે ડાઉનલોડ કરો ઑફલાઇન મેપ:


➨ સૌ પ્રથમ, તમારા આઇઓએસ ઉપકરણમાં ગૂગલ મેપને ખોલો.

➨ આ પછી, ઇન્ટરનેટનો ઉપયોગ કરીને સાઇન-ઇન કરો.

➨ હવે તમે જયાં જવા માંગો છો તે રસ્તો શોધો.

➨ તે પછી, સૌથી નીચે જગ્યાનું નામ લખો અને વધુ વાર ક્લીક કરો.

➨ આ પછી ડાઉનલોડ ઑફલાઇન મેપ પર ક્લીક કરો.

➨ આનાથી તમે ઑફલાઇન હશો તો પણ તમે મેપનો ઉપયોગ કરી શકશો.

Share: