પબજીએ પાર કર્યો ૧૦૦ મિલિયન એકટીવ યુઝર્સનો આંકડો, સિઝન ૭ થયું રોલ આઉટ

May 18, 2019
 728
પબજીએ પાર કર્યો ૧૦૦ મિલિયન એકટીવ યુઝર્સનો આંકડો, સિઝન ૭ થયું રોલ આઉટ

પબજી હાલમાં હાજર બેટલ રૉયલ ગેમ્સમાંથી સૌથી વધુ લોકપ્રિય ગેમ કહેવાય છે. પબજી ગેમ બહુ ઓછા સમયમાં મોબાઇલ ગેમ્સની પસંદગીની ગેમ બની ગઈ છે. ફક્ત ૮ મહિનામાં આ રમતે ૩૦ મિલિયન ડેલી એક્ટિવ યુઝર્સનો આંકડો પાર કરી દીધો છે. ગેમ ડેવલપર ટેનસેંટએ જાહેરાત કરી છે કે પબજી ગેમે ૧૦૦ મિલિયન મહિને એક્ટિવ યુઝર્સનો આંકડો પાર કરી દીધો છે.

પબજી મોબાઇલની સ્પર્ધાત્મક રમત ફોર્ટનાઇટ પર પ્રતિ મહિને ૭૮.૩ મિલિયન લોકોએ લોગ-ઈન કર્યું છે. જો કે, ફોર્ટનાઇટના આંકડાઓ ગયા વર્ષે સપ્ટેમ્બરના છે અને ત્યારથી અત્યાર સુધીમાં આંકડામાં વધારો થયો છે. આ ગેમની આવૃત્તિ ૦.૧૨.૫ ની રોલઆઉટ સાથે કરવામાં આવી હતી. નવા અપડેટ્સ સાથે સીઝન ૬ સમાપ્ત થઈ ગયું છે અને સીઝન ૭ ની શરૂઆત થઈ છે. વર્ઝન ૦.૧૨.૫ ના અપડેટ્સ સાથે નવી સીઝન ૭ રોયલ લાવવામાં આવ્યો છે. આ નવી સિઝનમાં પ્લેયર્સને નવી સ્ક્રીન, નવા શસ્ત્રો મળશે. આ નવા સિઝનમાં મળનારા મુખ્ય શસ્ત્રોની વાત કરીએ તો તેમાં સ્કોર્પિયન મશીન પિસ્તોલ મળશે, જે ૯ એમએમનું બુલેટ શૂટ કરી શકે છે.

પબજીના આ નવા સુધારામાં નવું સીઝન ૭ રોયલ પાસ જોડવામાં આવ્યું છે. તેમાં નવા ઇઝેડ મિશન લાયસન્સ પણ છે, જેમાં વપરાશકર્તાઓને એક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટ મળશે. જેનાથી પ્લેયર્સ ક્રેટ્સને તરત જ ઓપન કરી શકશે. તેની સાથે એક્સક્લુઝિવ આઉટફિટ્સ, ઇમોટ્સ અને પ્લેયર્સ માટે વધારાના રિવર્ડ્સ પણ હશે. ગેમના બધા મેપ્સમાં હવે સ્કોર્પિયોન નામનું નવું સિંગલ-ફાયર અને સેમી-ઑટોમેટિક ગન મશીન પણ હશે. આ પિસ્તલ ૯ એમએમ રાઉન્ડ્સનો ઉપયોગ કરે છે અને તેમાં ૫ એટેચમેન્ટ સ્લૉટ્સ છે. પ્લેયર અવતારને ૩ નવા પેરાર્શૂટ, કપડાં, એરપ્લેન સ્કિન્સ અને અન્ય વિકલ્પોથી કસ્ટમાઈઝ કરી શકાય છે. અડચણોને ઘટાડવા માટે રીજન માટે એક નવું મિડલ ઇસ્ટ સર્વર પણ ઉપલબ્ધ છે અને અન્ય સર્વરોને પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

Share: