બીએસએનએલના આ યુઝર્સને પ્રતિદિવસ મળશે ૬.૧ જીબી ડેટા

December 12, 2018
 639
બીએસએનએલના આ યુઝર્સને પ્રતિદિવસ મળશે ૬.૧ જીબી ડેટા

ટેલિકોમ સેક્ટરમાં પ્રાઈવેટ કંપનીઓને ટક્કર આપવા માટે દૂરસંચાર કંપની બીએસએનએલે પોતાની બમ્પર ઓફરને ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ સુધી એક્સડેંટ કરી દીધી છે. આ ઓફરના આધારે યુઝર્સનિ પોતાના વર્તમાન પ્લાન્સ પર ૨.૧ જીબી એડિશનલ ડેટા મળશે. કંપનીએ પોતાના પ્લાનમાં બે નવા પ્રીપેડ પ્લાન્સ પણ જોડ્યા છે. જયારે કંપનીની ઓફર લિસ્ટમાં ૧૩ પ્રીપેડ પ્લાન્સ છે જે તાજેતરમાં લોન્ચ થયેલ એનુઅલ પ્લાન પણ સામેલ છે.

બમ્પર ઓફર

પહેલા ૧૧ રૂપિયાના પ્રીપેડ પ્લાન બમ્પર ઓફર માટે મર્યાદિત હતા, પરંતુ હવે કંપનીએ ૧૬૯૯ અને ૨૦૯૯ રૂપિયાના વર્ષના પ્રીપેડ પ્લાન્સને પણ આ લિસ્ટમાં સામેલ કરી દીધા છે. બંને પ્લાન ૩૬૫ દિવસ માટે મર્યાદિત છે જ્યાં યુઝર્સને ૨ જીબી અને ૪ જીબી ડેટા દરરોજ મળે છે, પરંતુ હવે કંપની આ પ્લાનમાં બેનીફીટ્સ વધુ લઈને આવ્યું છે જેમાં હવે ૪.૧ જીબી ડેટા અને ૬.૧ જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં કંપનીએ મોનસૂન ઓફર પણ પ્રસ્તુત કરી હતી. બીએસએનએલે સૌથી પ્રથમ બમ્પર ઓફરને સપ્ટેમ્બરમાં રોલ આઉટ કરી હતી. તેમાં ૧૮૬ રૂપિયા, ૪૨૯ રૂપિયા, ૪૮૫ રૂપિયા, ૬૬૬ રૂપિયા અને ૯૯૯ રૂપિયાના પ્લાન સામેલ હતા. એવામાં જોવાનું રહેશે કે, ટેલિકોમ સેક્ટરમાં કંપનીને યુઝર્સથી કેવી પ્રતિક્રિયા મળશે.

Share: