શ્યાઓમીએ ૧૪‌ મહિનામાં ૨૦ લાખ સ્માર્ટ ટીવી વેચ્યા, ભારતીયોએ દર ૧૫ સેકન્ડમાં ૧ ટીવી ખરીધ્યું

May 19, 2019
 599
શ્યાઓમીએ ૧૪‌ મહિનામાં ૨૦ લાખ સ્માર્ટ ટીવી વેચ્યા, ભારતીયોએ દર ૧૫ સેકન્ડમાં ૧ ટીવી ખરીધ્યું

➱ ભારતમાં દર મહિને ૧૪‌૨૮૫૭ સ્માર્ટ ટીવી વેચાયા

➱ સૌથી સસ્તા ટીવીમાં ક્વાડ-કોર પ્રોસેસર, ૧ જીબી રેમ અને ૮ જીબી સ્ટોરેજ આપવામાં આવી છે.

➱ શ્યાઓમીએ ભારતમાં સ્માર્ટ બલ્બ, હેડફોન, પાવરબેકનું પણ વેચાણ કરે છે.

ભારતમાં ચાઇનીઝ કંપની શ્યાઓમીના સ્માર્ટફોન સાથે ટેલિવિઝનને પણ પસંદ કરવામાં આવી રહ્યા છે. કંપનીએ જણાવ્યું છે કે તેણે ૧૪‌ મહિનામાં એમઆઇ એલઇડી ટીવીના ૨૦ લાખ કરતા વધુ ટીવી વેચ્યા છે. એટલે કે, કંપનીએ દર ૧૫ સેકંડમાં એક ટીવીનું વેચાણ કર્યું છે. શ્યાઓમી ભારતમાં ૩૨ ઇંચ, ૪‌3 ઇંચ, ૪‌૯ ઇંચ અને ૫૫ ઇંચની સ્ક્રીનની ટીવીનું વેચાણ કરી રહી છે. આ તમામ સ્માર્ટ સુવિધાઓ ઓછી કિંમતે આપવામાં આવી રહી છે.

શ્યાઓમી ટીવીના વેચાણના આંકડા

➱ ૧૪‌ મહિને : ૨૦ લાખ એકમો વેચાયા

➱ દર મહિને : ૧૪‌૨૮૫૭ એકમો વેચાયા

➱ દરરોજ : ૪‌૭૬૨ એકમો વેચાય છે

➱ દર કલાકે : ૨૦૦ એકમો વેચાઈ છે

➱ દર મિનિટે : ૪‌ એકમો વેચાઈ છે

➱ એટલે, કંપનીએ દર ૧૫ સેકન્ડમાં તેની એક ટીવી ભારતમાં વેચી દીધી.

ભારતમાં શ્યાઓમી ટીવી મોડલ્સ અને ભાવો

મોડલ ---------- કિંમત

૪‌ એ ૩૨ ઇંચ -------- ૧૨,૪‌૯૯ રૂપિયા

૪‌ એ પ્રો ૩૨ ઇંચ -------- ૧૨,૯૯૯ રૂપિયા

૪‌ સી પ્રો ૩૨ ઇંચ -------- ૧૨,૯૯૯ રૂપિયા

૪‌ એ પ્રો ૪‌૩ ઇંચ -------- ૨૧,૯૯૯ રૂપિયા

૪‌ એ ૪‌3 ઇંચ -------- ૨૨,૯૯૯ રૂપિયા

૪‌ એ પ્રો ૪‌૯ ઇંચ -------- ૨૯,૯૯0 રૂપિયા

૪‌ એ પ્રો ૫૫ ઇંચ -------- ૩૯,૯૯૯ રૂપિયા

૪‌ પ્રો ૫૫ ઇંચ -------- ૪‌૪‌૪,૯૯૯ રૂપિયા

ઑનલાઇન-ઑફલાઇન વેચવામાં આવે છે

એમઆઈ એલઇડી ટીવીને ગ્રાહકો ઑનલાઇન અને ઓફલાઇન બંનેમાંથી ખરીદી શકે છે. આ કંપની ઓફિશિયલ વેબસાઈટ Mi.com, એમઆઈ હોમ્સ ની સાથે ફ્લિપકાર્ટ પરથી પણ ખરીદી શકે છે. બધા ટીવી સ્માર્ટ પિચવોલ વપરાશકર્તા ઇન્ટરફેસો સાથે આવે છે. સૌથી ઓછી કિંમતવાળા ટીવીમાં કંપનીએ એલઇડી ડિસ્પ્લેની સાથે ૨૦W સ્ટીરિયો સ્પીકર્સ, એકથી વધારે પોર્ટ, કંટેટ લાઇબેરી જેવી સુવિધાઓ આપવામાં આવી છે. તેમાં ક્વાડ-કોર પ્રોસેસર, ૧ જીબી રેમ અને ૮ જીબી સ્ટોરેજ પણ આપવામાં આવ્યું છે. શ્યાઓમી ભારતમાં ફોન અને ટીવીની સાથે એલઇડી સ્માર્ટ બલ્બ, હેડફોન, પાવરબેક જેવા ઘણાં ઉપકરણો પણ વેચે છે.

Share: