વોડાફોને ગ્રાહકો માટે લાવી ખાસ ઓફર, ૧ વર્ષ સુધી દરરોજ મળશે ૧.૫ જીબી ડેટા

May 20, 2019
 710
વોડાફોને ગ્રાહકો માટે લાવી ખાસ ઓફર, ૧ વર્ષ સુધી દરરોજ મળશે ૧.૫ જીબી ડેટા

વોડાફોને પોતાના ગ્રાહકો માટે એક ખાસ ઓફર પ્રસ્તુત કરી છે જેમાં યુઝર્સને ૧ વર્ષ સુધી દરરોજ ૧.૫ જીબી ડેટા અને અનલીમીટેડ કોલિંગની સુવિધા મળશે. વોડાફોને સીટીબેક સાથે ભાગીદારી કરી આ સ્પેશલ ઓફરને પ્રસ્તુત કરી છે.

આ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે વોડાફોન યુઝર્સને વોડાફોનની વેબસાઈટ પર જઈને સીટીબેંકના ક્રેડીટ કાર્ડ માટે અપ્લાઈ કરવું પડશે. આ કાર્ડના મળ્યા બાદ ૩૦ દિવસની અંદર યુઝર્સને ક્રેડીટ કાર્ડથી ૪૦૦૦ રૂપિયા ખર્ચ કરવા પડશે ત્યાર બાદ તમને ૩૬૫ દિવસ સુધી અનલીમીટેડ કોલિંગ અને ૧.૫ જીબી ડેટાની સુવિધા મળશે. આ ઓફરનો ફાયદો ગ્રાહક ૩૧ જુલાઈ ૨૦૧૯ સુધી જ ઉઠાવી શકે છે.

આ ખાસ ઓફરને દિલ્હી, નોઇડા, કોલકાતા, અમદાવાદ, સિકંદરાબાદ, ચેન્નાઈ, વડોદરા, ગુરુગ્રામ, મુંબઈ, બેંગ્લોર, પુણે, હૈદરાબાદ, કોયંબટુર, જયપુર અને ચંદીગઢના ગ્રાહકો માટે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ધ્યાનમાં રાખવાની વાત એ છે કે, આ ઓફર માત્ર ૨૩ વર્ષથી વધુના ઉમરના ગ્રાહક માટે છે.

ઉલ્લેખનીય છે કે, વોડાફોને પોતાના ગ્રાહકો માટે નવો એન્ટ્રી-લેવલ પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા હતા. આ ૧૩૯ રૂપિયા વાળા પ્લાનએ ખાસ તરીકે તે યુઝર્સને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યો હતો જે દરમહિને ફોન રિચાર્જ કરાવે છે. આ પેકમાં યુઝર્સને ડેટા અને કોલિંગ બંનેનો ફાયદો મળશે. તેમાં યુઝર્સને ૫ જીબી ડેટા અને અનલીમીટેડ કોલિંગની સુવિધા મળશે. આ પ્લાનની વેલીડીટી ૨૮ દિવસની રહેશે.

આ નવા પેક સિવાય વોડાફોન પાસે આ રેન્જમાં અન્ય પ્રીપેડ પ્લાન પણ રહેલા છે. વોડાફોને ૧૧૯ રૂપિયા, ૧૨૯ રૂપિયા અને ૧૩૯ રૂપિયા વાળા પ્લાન પહેલાથી જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.તેમાં ૧૧૯ રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને ૧ જીબી ડેટા મળશે. તેની વેલીડીટી ૨૮ દિવસની રહેશે. તેના સિવાય ૧૨૯ રૂપિયા વાળા પ્લાનમાં અનલીમીટેડ કોલિંગ સાથે ૧.૫ જીબી ડેટા મળશે. જયારે વાત કરવામાં આવે ૧૩૯ રૂપિયા વાળા પ્લાનની તો તેને કેટલાક મનપસંદ સર્કલ્સમાં પ્રસ્તુત કરવામાં આવી છે. આ પ્લાનમાં કોઈ પણ નબર પર અનલીમીટેડ વોઈસ કોલિંગ અને ૫જીબી ૨જી/૩જી/૪જી ડેટા મળે છે.

Share: