હવામાન અનુસાર, શરીરને ઠંડુ-ગરમ કરી શકાય તેવું પેચ બનાવાયું, બેન્ડની જેમ પહેરી શકશો તેને હાથમાં

May 21, 2019
 591
હવામાન અનુસાર, શરીરને ઠંડુ-ગરમ કરી શકાય તેવું પેચ બનાવાયું, બેન્ડની જેમ પહેરી શકશો તેને હાથમાં

કેલિફોર્નિયા-સૈન ડિયાગો યુનિવર્સિટીના સંશોધકોએ આ તૈયાર કર્યું

અમેરિકન વૈજ્ઞાનિકોએ એક પેચ વિકસાવી છે જે હવામાન અનુસાર શરીરને ઠંડુ અને ગરમ રાખે છે. તેને હાથમાં બેન્ડની જેમ પહેરવામાં આવે છે અને તેને સરળતાથી ક્યાંય પણ લઈ જઈ શકાય છે. આ પેચને કેલિફોર્નિયા-સૈન ડિયાગો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ બનાવ્યો છે.

➠ ખાસ પ્રકારની બેટરી જે ખેંચવાથી પણ નથી થતી ખરાબ

૧. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, પેચ બેન્ડ ખૂબ નરમ છે તેથી તેને કોઈપણ મુશ્કેલી વગર લાંબા સમય સુધી પહેરી શકાય છે. તેના કપડામાં વિશિષ્ટ પ્રકારની બેટરી લગાવવામાં આવી છે, જે બેન્ડને ખેંચવાથી પણ ખરાબ થતી નથી. સંશોધકો દાવો કરે છે કે આનાથી એર કંડિશનર પર થતાં ખર્ચમાં ઘટાડો કરશે.

૨. સંશોધક સાંગકી હૉન્ગ નું કહેવું છે કે શરીર જે ભાગમાં તમે ગરમી અને ઠંડક આપવા માંગો છો તો, આ પેચને તે ભાગ ઉપર રાખી શકે છે. જેમકે પીઠ, ગરદન, પગ અને હાથ જેવા ભાગો પર. સંશોધકો ઘણાં પેચ જોડીને કપડાં ડિઝાઇન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી તેને સરળતાથી પહેરી શકાય.

૩. પ્રોફેસર રેનકુન ચેન કહે છે, આ એવા સ્થાનો પર પણ વધુ સારી રીતે કાર્ય કરશે જ્યાં ઝડપથી તાપમાનમાં ફરેફાર થતો હોય, પછી ભલે તે ઘણી ગરમી હોય કે ઘણી ઠંઠી હોય. જર્નલ વિજ્ઞાન એડવાન્સમાં પ્રકાશિત સંશોધન અનુસાર, આ પેચને થર્મો-ઇલેક્ટ્રિક સામગ્રીમાંથી બનાવવામાં આવ્યા છે. આ વીજળીની મદદથી તાપમાને ઘટાડવા અથવા વધારવામાં મદદ કરે છે.

Share: