ગુજરાતમાં કોંગ્રેસને ૪થી વધુ બેઠકો મળશે તો, વિજય રૂપાણીને ઘેર બેસવું પડશે.

May 22, 2019
 714
ગુજરાતમાં કોંગ્રેસને ૪થી વધુ બેઠકો મળશે તો, વિજય રૂપાણીને ઘેર બેસવું પડશે.

લોકસભાના પરિણામો જ ગુજરાતના રાજકારણમાં મહત્વનું પરિબળ સાબિત થશે. જો ગુજરાતમાં ભાજપ ૨૬ માંથી ૨૬ બેઠકો મેળવે તો મુખ્યમંત્રી વિજય રૂપાણીનો દબદબો વધી જશે. અમિત શાહના નજીક ગણાતા વિજય રૂપાણીનું સરકારમાંય વર્ચસ્વ વધી જશે. આ ઉપરાંત અત્યારે જે રીતે નીતિન પટેલ અને વિજય રૂપાણી વચ્ચે ગ્રજગ્રાહ ચાલી રહ્યો છે તે જોતા નાયબ મુખ્યમંત્રીનો ય ઘડો લાડવો થઇ જશે સાથે સાથે આનંદીબેન પટેલ જૂથનો ય સફાયો થઇ જશે.

બીજી તરફ, જો કોંગ્રેસ વિધાનસભાની જેમ લોકસભાની ચૂંટણીમાંય સારો દેખાવ કરશે અને પાંચ-આઠ બેઠકો મેળવે તો વિજય રૂપાણીને ઘેર બેસવું પડે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે. ભાજપ હાઇકમાન્ડ કેટલાય મંત્રીઓને ઘરભેગા કરશે, તો કેટલાકને મંત્રી બનવાની તક અપાશે. મંત્રીમંડળના વિસ્તરણના બહાને ઘણા ફેરબદલ થઇ શકે.

Share: