ભાજપના નેતાઓને જ ડર છે કે ક્યાંક ઇન્ડિયા શાઈનિંગ જેવો તો ઘાટ નહિ સર્જાય ને.

May 22, 2019
 710
ભાજપના નેતાઓને જ ડર છે કે ક્યાંક ઇન્ડિયા શાઈનિંગ જેવો તો ઘાટ નહિ સર્જાય ને.

એક મહિનાના લાંબા ઇંતજાર બાદ હવે લોકસભાની ચૂંટણી પરિણામોની ઘડી આવી ચુકી છે. મોટાભાગના એકિઝટ પોલ તો નરેન્દ્ર મોદીની સરકાર દિલ્હીના સિંહાસને બિરાજશે તેવા તારણો કાઢ્યા છે. આ તારણોના આધારે ભાજપના નેતાઓ ગેલમાં આવી ગયા છે. ભાજપના મોટાભાગના ઉમેદવારોએ એકિઝટ પોલના તારણો ને આખરી નિર્ણય માની ને લગભગ જીત માની લીધી, માત્ર પરિણામ એ ઔપચારિક જાહેરાત હશે તેવું માની રહ્યા છે ભાજપના ઉમેદવારોએ બેન્ડબાજા, ગુલાલ-મીઠાઈના ઓર્ડર આપી દીધા છે. કાર્યકરોને ફટાકડા લાવવા સૂચના આપી દેવાઈ છે. ભવ્ય વિજયોત્સવ મનાવવા તૈયારી કરી દેવાઈ છે.

આ તરફ, કોંગ્રેસના નેતાઓ વિશ્વાસ સાથે કહી રહ્યા છે કે, લોકો જે રીતે અંડરકરંટ છે તે જોતા ચોક્કસ પણે પરિણામો એકિઝટ પોલના વિપરીત આવશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપનો ભગવો લહેરાશે, મોદી લહેર દોડશે તેવી એકિઝટ પોલે આગાહી કરી હતી પણ તે ખોટા પડ્યા હતા.

આ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસને બહુમતી મળી હતી. લોકસભાની ચૂંટણી પરિણામોમાંય આવું જ થશે. કોથળામાં બિલાડું નીકળશે તેવું મોટાભાગના લોકો માની રહ્યા છે. પાંચ વર્ષમાં મોદી સરકારનીએવી કોઈ કામગીરી રહી નથી કે જેના કારણે આ વખતે મોદી લહેર ફરી વળશે. ખુદ ભાજપના જ નેતાઓને ડર છે કે, કયાંક ઇન્ડિયા શાઈનિંગ જેવો ઘાટ સર્જાય નહિ.

Share: