
રિલાયન્સ જિયોના શરુ થયા બાદ ભારતીય ટેલીકોમ ઇન્ડસ્ટ્રીમાં ઘણા મોટા ફેરફાર જોવા મળ્યા છે. ઓપનસિંગલની રિપોર્ટ મુજબ, જિયોની પાસે ઇન્ડિયાનું સૌથી મોટું ૪જી નેટવર્ક છે. જિયો જ પ્રથમ કંપની છે જેને VoLTE સર્વિસને ભારતમાં લોન્ચ કરી હતી હવે VoWi-Fi (વોઈસ ઓવર વાઈ-ફાઈ) સર્વિસ શરૂ કરવાની તૈયારી કંપની કરી રહી છે.
ટેલીકોમ ટોકની એક રીપોર્ટ મુજબ, જિયોએ VoWi-Fi સર્વિસની ટેસ્ટિંગ શરૂ કરી દીધી છે. રિપોર્ટ મુજબ જિયોએ મધ્ય પ્રદેશ, આંધ પ્રદેશ, તેલગાણા અને કેરળમાં આ સર્વિસબની ટેસ્ટ શરૂ કરી છે. તેમ છતાં આ સર્વિસ ક્યારેથી લોન્ચ થશે તેના વિશેમાં કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, વર્ષ ૨૦૨૦ ની શરૂઆતમાં આ સર્વિસને ભારતમાં શરુ કરવામાં આવશે.
વોડાફોન દ્વ્રારા પણ આ સર્વિસને લોન્ચ કરવાની આશા
આ અગાઉ વોડાફોન પણ કન્ફર્મ કરી ચુક્યું છે કે, કંપની ભારતમાં VoWi-Fi સર્વિસની સૃઆતમાં કામમાં જોડાઈ ગઈ છે. એવામાં એ જોવાનું રસપ્રદ રહેશે કે, VoWi-Fi સર્વિસને પહેલા ભારતમાં કંઈ કંપની શરૂ કરે છે.