ભારત માટે ધોની સાબિત થઈ શકે છે ટ્રમ્પ કાર્ડ : ઝહિર અબ્બાસ

May 22, 2019
 195
ભારત માટે ધોની સાબિત થઈ શકે છે ટ્રમ્પ કાર્ડ : ઝહિર અબ્બાસ

મહાન પાકિસ્તાની ક્રિકેટર ઝહિર અબ્બાસે જણાવ્યું છે કે, ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ૩૦ મેથી થનારી ક્રિકેટ વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ટીમના ટ્રમ્પ કાર્ડ હશે.

મહેન્દ્ર સિંહ ધોની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ ૨૦૦૭ માં ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ભારતે ૨૦૧૧ માં વનડે વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું હતું. તેમની આગેવાનીમાં જ ટીમ ઇન્ડિયાએ ૨૦૧૩ માં ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી અને બે વખત (૨૦૧૦ અને ૨૦૧૬) માં એશિયા કપ પોતાના નામે કર્યો હતો. શાનદાર વિકેટકીપિંગ અને દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિનીશરની ઓળખના કારણે મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયાના સૌથી મહત્વપૂર્ણ અંગ છે. અબ્બાસે જણાવ્યું છે કે, ભારતીય ટીમની પાસે ધોની જેવા જીનીયસ ખેલાડી રહેલા છે. તે ટીમની રણનીતિના રચિતા છે. રમતન પ્રતિ તેમની સમજ અને તેમની આગેવાની ક્ષમતા તેમને ટીમ ઇન્ડિયાના ટ્રમ્પ કાર્ડ બનાવે છે. તેમનો અનુભવ ટીમના કેપ્ટન અને કોચ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ કેપ્ટનના રૂપમાં વિરાટ કોહલીનો પ્રથમ વર્લ્ડ કપ હશે અને તે તેને યાદગાર બનાવવા માંગશે.

ઝહિર અબ્બાસે જણાવ્યું છે કે, ઇંગ્લેન્ડની પીચો ભારતની મજબુત બેટિંગ લાઈનઅપ માટે લાભદાયક સાબિત થશે કેમકે ત્યાં ૪૦૦ થી ૪૫૦ ના સ્કોરને પણ સંભવ છે. એશિયન બ્રેડમેન રૂપમાં ઓળખાણ બનાવનાર ઝહિર અબ્બાસે જણાવ્યું છે કે, પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની સીરીઝમાં હમેશા ૩૦૦ થી વધુ સ્કોર બન્યો અને તેને પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. પીચો પર ઘાસ નથી અને તેના કારણે ૪૫૦ નો સ્કોર પણ બનાવી શકે છે. બોલરોને મદદ મળશે નથી તેના કારણે તેમનું કામ મુશ્કેલ હશે.

Share: