૮ વર્ષના નિયાલએ યુટ્યુબની મદદથી શીખી ૧૦૬ ભાષાઓ, આ કુશળતાને જોઈને પિતા પણ રહી ગયા હેરાન

May 22, 2019
 450
૮ વર્ષના નિયાલએ યુટ્યુબની મદદથી શીખી ૧૦૬ ભાષાઓ, આ કુશળતાને જોઈને પિતા પણ રહી ગયા હેરાન

ચેન્નઈમાં રહેતા ૮ વર્ષનો નિયાલ આજે ચર્ચામાં છે. તેના સ્ટાર બનવાના પાછળનું કારણ એ છે કે તે વિવિધ ભાષાઓ બોલે છે. ૮ વર્ષીય નિયાલે અત્યાર સુધી યુટ્યુબની મદદથી ૧૦૬ ભાષાઓ શીખી લીધી છે. આજના સમયમાં જે બાળકો ઈન્ટરનેટનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે અને પોતાનો સમય બગાડી રહ્યા છે. તેમના માટે નિયાલ એવા બાળકો માટે એક ઉદાહરણ છે. નિયાલ ને ખબર જ ના પડી કે ક્યારે તેને અલગ-અલગ ભાષાઓ શીખવાનો રસ પડયો. તેના આ હુનરને લીધે લોકો તેને જાણવા લાગ્યા છે. ૧૦૬ ભાષાઓમાંથી, ૧૦ ભાષાઓ એવી છે જેને નિયાલ અટકાયા વગર બોલે છે. હાલમાં નિયાલ પાંચ નવી ભાષાઓ શીખવામાં વ્યસ્ત છે.

જે નિયાલના આ હુનરને જાણે કે સાંભળે છે તો તે હેરાન રહી જાય છે. બીજી બાજુ, નિયાલના પિતા શંકર નારાયણનું કહેવું છે કે જ્યારે અમને નિયાલના આ જિજ્ઞાસા વિશે ખબર પડી તો તેઓ પણ આશ્ચર્ય પામ્યા હતા. પ્રથમ વખત જ્યારે તેણે નિયાલને બીજી ભાષાઓ સાથે વાત કરતા સાંભળીયો, ત્યારે તેને તેના કાન અને આંખોમાં પર વિશ્વાસ ન હતો. તેમને આશ્ચર્ય થયું કે આખરે તેમના આઠ વર્ષના બાળકને કેવી-રીતે આટલી બધી ભાષાઓ જાણે છે.

જાણવી દઈએ કે નિયાલ ખાલી સમયમાં યુટ્યુબ પર ટ્યુટોરીયલ વિડિયો જોઈને નવી-નવી ભાષાઓ શીખે છે. ખાસ વાત એ છે કે નિયાલે આંતરરાષ્ટ્રીય ફોનેટિક આલ્ફાબેટ ભાષા પણ શીખ્યા છે. આંતરરાષ્ટ્રીય ફોનેટિક આલ્ફાબેટમાં ભાષાના યોગ્ય ઉચ્ચાર પર ભાર મૂકવામાં આવે છે. આ મદદથી, નિયાલને ભાષાઓ શીખવામાં વધુ મદદ મળે છે.

Share: