ગુજરાત લોકસભામા ભાજપની જીત પર સીએમ રૂપાણીએ આપ્યું આ નિવેદન

May 23, 2019
 427
ગુજરાત લોકસભામા ભાજપની જીત પર  સીએમ રૂપાણીએ આપ્યું  આ નિવેદન

ગુજરાતની ૨૬ લોકસભા બેઠક સહિત દેશની ૩૪૫ બેઠક લોકસભા બેઠકના ચુંટણીના પરિણામના રૂઝાનમા ભાજપ પક્ષ આગળ ચાલી રહ્યો છે. જેને લઈને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે. ગુજરાતના સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે આ મોદી લહેરની જીત છે. જે પરિણામ સામે આવ્યું છે તેમાં ભારતવાસીનો જીત છે.

તેમણે વધુમાં જણાવ્યું કે આ જીત ભારત વિજયી ભવ અને પીએમ મોદીના ઈમાનદાર, ચોકીદાર અને મજબુત નેતૃત્વ પર લોકોએ વિશ્વાસ મુકયો હતો. નરેન્દ્ર મોદી પ્રત્યે લોકોએ વિશ્વાસ મુક્યો છે. દેશમાં મજબુત સરકાર માટે મતદાન થયું હતું. અમિત શાહ અને મોદીજીને નમન કરું છે. અમિત શાહે સંગઠનનો પરિચય કરાવ્યો તેમાં બંગાળ, ઓરિસ્સા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં ત્યાં ભાજપની જીત થઈ છે.

સીએમ રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતની ૨૬ બેઠકો આ સ્થિતિમાં જાળવી રાખવી મુશ્કેલ હતી. પરંતુ તેમ છતાં કાર્યકરોની મહેનત અને સંગઠનના પ્રભાવે ફરી એકવાર ગુજરાતમાં ભાજપ તમામ બેઠક જીતે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

સીએમ રૂપાણીએ જણાવ્યું કે ,બંગાળમાં કાર્યકરોએ બલીદાન આપ્યા છે. ૮૦ કાર્યકરોએ બલીદાન આપ્યા છે. લોકોએ ફરી એકવાર મોદી અને ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં ૨૬ બેઠક જીત્યા છે તે પણ સાબિત કરે છે ગુજરાતના પુત્ર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુજરાત અને દેશના લોકોનો આભાર વ્યક્ત કરું છું.

Share: