ગુજરાતમાં લોકસભામાં જીત બાદ ભાજપે શરૂ કર્યા જન અભિવાદન સમારંભ

May 23, 2019
 641
ગુજરાતમાં લોકસભામાં જીત બાદ ભાજપે શરૂ કર્યા જન અભિવાદન સમારંભ

લોકસભાના ચૂંટણીમાં સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ભાજપાના લોકસભાના ઉમેદવારોનો ભવ્ય વિજય થયેલ છે. લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પરિણામો એ લોકશાહીનો વિજય, જનતા જનાર્દનનો વિજય છે. નરેન્દ્રભાઇ મોદીના વ્યક્તિત્વ, કર્તૃત્વ, નેતૃત્વની જીત છે. અમિતભાઇ શાહની કુશળ સંગઠન શક્તિ અને ચૂંટણી વ્યુહ રચનાની જીત છે. કાર્યકર્તાઓના પરિશ્રમની જીત છે. તેમ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું છે કે, ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકોમાં વિજય થયો છે તેમજ વિધાનસભાની પેટાચૂંટણીઓમાં ભાજપા વિજયી થયેલ છે ત્યારે જનતાને વંદન-અભિનંદન-ધન્યવાદ માટે અભિવાદન સભા આજે તારીખ ૨૩ મે સાંજે ૭.૦૦ કલાકે નિગમ બસસ્ટેન્ડ, નિગમ સોસાયટી પાસે, સ્મૃતિ મંદિર પાસે, ઘોડાસર, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે.

આ સભાને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી સંબોધશે. તેમજ અમદાવાદ પશ્ચિમ-પૂર્વ લોકસભાના ભાજપાના ઉમેદવારો સહિત ભાજપા આગેવાનો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ભાજપાના પદાધિકારીઓ, કાર્યકરો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

Share: