રાહુલ ગાંધીએ લોકસભા પરિણામો પર કહ્યું જનતા માલિક છે, નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી

May 23, 2019
 1828
રાહુલ ગાંધીએ લોકસભા પરિણામો પર  કહ્યું જનતા માલિક છે, નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી

રાહુલ ગાંધીએ કહ્યું જનતા માલિક છે અને જનતાએ આદેશ આપ્યો છે. હું નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપું છે. જે લોકો કોંગ્રેસ પક્ષ તરફથી લડ્યા છે તેમને શુભેચ્છા આપું છું. આ બે વિચારધારાની લડાઈ છે.તેમાં ભાજપ અને કોંગ્રેસની વિચારધારા છે. તેમાં માનવું પડશે નરેન્દ્ર મોદીએ ભાજપ જીત્યા છે. હું તેમને શુભેચ્છા પાઠવું છું. તેમજ આ હાર અને જીત માટે કોંગ્રેસ વર્કીગ કમિટીમા ચર્ચા કરવામા આવશે. અમે પ્રજાના જનાદેશનો આદર કરીએ છીએ તેમજ આ લોકતંત્રના પરિણામને હું મારા વિચારોથી રંગવા માંગતો નથી હું લોકતંત્રનું સન્માન કરું છું.

રાહુલ ગાંધીએ કહ્યું કે અમેઠીના પરિણામ કહેવામાં માંગું છું કે સ્મુતિ ઈરાની જીત્યા છે. લોકો તેમને ચુંટયા છે. હું તેમનું સન્માન કરું છું. આજે એ દિવસ નથી હું આ પરિણામનું વિશ્વલેષણ કરું હું નવા વડાપ્રધાનને શુભેચ્છા આપવા માંગું છું.

આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કાર્યકરોને પણ જણાવ્યું હતું કે આ વિચારધારાની લડાઈ હતી.તેમાં કોઈએ ગભરાવવાની જરૂર નથી,

Share: