બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે લગ્ન કરી શકે છે અંકિતા લોખંડે

May 24, 2019
 198
બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે લગ્ન કરી શકે છે અંકિતા લોખંડે

બોલીવુડ અભિનેત્રી અંકિતા લોખંડે આ દિવસોમાં ઘણી ચર્ચાઓમાં છે. અંકિતા લોખંડે આ વર્ષે રીલીઝ થયેલી મણીકર્ણિકામાં જોવા મળી હતી. ફિલ્મમાં તેમની એક્ટિંગની ઘણી પ્રસંશા કરવામાં આવી હતી. આ દિવસોમાં અંકિતા બોયફ્રેન્ડ વિક્કી જૈનની સાથે રિલેશનશિપને લઈને ચર્ચાઓમાં છે. તેના સિવાય કપલે મુંબઈમાં એક ફ્લેટ પણ ખરીદી લીધો છે.

એક જાણીતી વેબસાઈટ મુજબ જાણવા મળ્યું છે કે, વિક્કી જૈન સાથે અંકિતા લોખંડે ઘણી ખુશ છે અને બંને જલ્દી જ મેરેજ કરી શકે છે.

બતાવવામાં આવી રહ્યું છે કે, બંને આ વર્ષે ડીસેમ્બર અથવા પછી આગામી વર્ષે જાન્યુઆરીમાં લગ્ન કરી શકે છે. બાકી આ વાતમાં કેટલી સચ્ચાઈ છે એ તો આવનારા સમય જ ખબર પડશે.

Share: