સ્ક્રીનશૉટ્ લીધા વગર આવી રીતે સેવ કરો કોઈ પણનું વોટ્સએપ સ્ટેટ્સ

May 24, 2019
 641
સ્ક્રીનશૉટ્ લીધા વગર આવી રીતે સેવ કરો કોઈ પણનું વોટ્સએપ સ્ટેટ્સ

વોટ્સએપ સ્ટેટ્સ ફીચરને વપરાશકર્તાઓ દ્વારા ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. આ સુવિધામાં વિડીયો, ફોટા, સાથે લીક્સ વગેરે શેર કરી શકાય છે. જો તમને તમારા મિત્રનાં વોટ્સએપ સ્ટેટ્સ સારો લાગે અને તમે તેને તમારી પાસે સેવ કરવા માંગો છો તો તમે કેવી રીતે કરશો? દેખીતી રીતે તમે કહેશો કે સ્ક્રીનશૉટ્સ લઈને પરંતુ સ્ક્રીનશૉટ લઈને તમારે નામ જેવી ઘણી વસ્તુઓ બદલવી પડે છે. જો કે, એક એવી રીત છે જેના દ્વારા તમે વોટ્સએપ સ્ટેટ્સને સેવ કરી શકો છો. અહીં અમે તમને આ યુક્તિ વિશે જણાવીશું.

આ રીતે ડાઉનલોડ કરો વોટ્સએપ સ્ટેટ્સ

➠ આ માટે, તમારે સ્ટેટસ સેવર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. તમને આ ગુગલ પ્લે સ્ટોર પર મળી જશે.

➠ આ પછી, વોટ્સએપને ખોલો અને સ્ટેટ્સ પર જાઓ. પછી સંપર્ક પસંદ કરો જેનું વોટ્સએપ સ્ટેટ્સ તમે સેવ કરવા માંગો છો.

➠ હવે સ્ટેટ્સ સેવર એપને ખોલો. આ એપ સ્કેન કરી બધા સ્ટેટ્સને ડિસ્પ્લે કરશે. અને અહીંથી કોઈપણ મીડિયા પસંદ કરવાનો વિકલ્પ મળશે. જો તમે ફોટા ડાઉનલોડ કરવા માંગો છો, તો ફોટા પર ક્લિક કરો અને જો તમે વિડિયો ડાઉનલોડ કરવા માંગતા હોવ તો વિડિયો ડાઉનલોડ કરો.

➠ તમે જે સ્ટેટ્સને સેવ કરવા માંગો છો તેના પર ક્લીક કરો અને પછી ડાઉનલોડ વિકલ્પ પર ક્લીક કરો. આ પછી તમારા ફોનમાં આ સ્ટેટ્સ ડાઉનલોડ થઈ જશે.

કોઈપણ બીજી એપ વગર ડાઉનલોડ કરો: વોટ્સએપ સ્ટેટ્સ

જે પણ વોટ્સએપ સ્ટેટ્સ આપણે જોઈ છીએ, તે સ્ટેટ્સ વોટ્સએપ ડાઉનલોડ કરે છે. ઘણા લોકો આ વિશે જાણતા નથી. જો તમે આને જોવા માંગો છો, તો ફાઇલ મેનેજર પર જઈને જોઈ શકો છો.

➠ આ માટે તમારે પહેલા ફાઇલ મેનેજર ખોલવું પડશે.

➠ આ પછી, ઇન્ટરનલ સ્ટોરેજમાં જઈને સેટિંગ્સ પર જવું પડશે.

➠ અહીં તમારે શો હિડેન ફાઈલ ને ઇનેબલ કરો.

➠ આ પછી, ઇન્ટરનલ સ્ટોરેજમાં જઈને વોટ્સએપ ફોલ્ડર પર ક્લીક કરો.

➠ અહીં તમારે મીડિયા પર ક્લીક કરવું પડશે.

➠ અહીં તમને .સ્ટેટ્સ ફાઇલ મળશે. અહીં તમને તે બધા સ્ટેટ્સ મળી જશે જે તમે જોયા હશે.

➠ અહીંથી તમે કોઈપણ ફોટા અથવા મીડિયાને કોઈપણ જગ્યાએ કોપી કરી શકો છો.

Share: