એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં ભારત પ્રથમ નંબરે, અમેરિકા બીજા નંબર પર, ટિક્ટૉક બની સૌથી વધુ ડાઉનલોડ થયેલ એપ

May 27, 2019
 1564
એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં ભારત પ્રથમ નંબરે, અમેરિકા બીજા નંબર પર, ટિક્ટૉક બની સૌથી વધુ ડાઉનલોડ થયેલ એપ

માર્કેટ ઇન્ટેલિજન્સ ફર્મ સેન્ટર ટાવરના અહેવાલ અનુસાર, આ વર્ષના પહેલા ત્રણ મહિનામાં ભારતીય વપરાશકર્તાઓએ સૌથી વધુ એપ્લિકેશનો ડાઉનલોડ કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં સ્માર્ટફોનની સંખ્યામાં વધારો થયો અને મોબાઇલ ડેટાના ભાવમાં ઘટાડાના કારણે એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં વધારો થયો છે. ડાઉનલોડ કરવામાં આવેલ સૌથી વધારે એપ્લિકેશન ચીની છે. ભારતીયોએ કુલ ૪.૮ અરબ વખત એપ્લિકેશનો ડાઉનલોડ કરી છે. આ યાદીમાં અમેરિકા 3 અરબ ડાઉનલોડ સાથે બીજા નંબર પર છે.

આ ૧૦ એપ્લિકેશન્સ વપરાશકર્તાઓની રહી પસંદગી

ભારતમાં જે ૧૦ એપ્લિકેશન્સ સૌથી વધારે વાર ડાઉનલોડ કરવામાં આવી છે, તેમાં ટીકટોક, વોટ્સએપ, લાઇક, હોટસ્ટાર, ફેસબુક, મેસેન્જર, શેયરઈટ, હેલો, એમએક્સ પ્લેયર અને યુસી બ્રાઉઝર સામેલ છે. ગયા મહિને વિવાદમાં રહેલ ટોકટોક સૌથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

ટોપ-૧૦ એપ્લિકેશનમાં એમએક્સ પ્લેયર એકમાત્ર એવી એપ્લિકેશન જે ભારતીય કંપની ટાઇમ્સ ઇન્ટરનેટ દ્વારા વિકસાવવામાં આવી છે. વોટ્સએપ, ફેસબુક અને મેસેન્જર આ બધા ફેસબુક ગ્રુપની એપ્લિકેશન્સ છે. ટિકટોક અને હેલો ચાઇનીઝ કંપની બાઇટડાંસની છે. લાઇક પણ ચાઇનીઝ કંપની બિગો ટેક્નોલૉજીની એપ્લિકેશન છે. જ્યારે, યુસી બ્રાઉઝર અને શેયરઈટને ચીનના અલીબાબા ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવી છે. હોટસ્ટારનો માલિકી અમેરિકાની વોલ્ટ ડિઝની કંપની પાસે છે.

સ્માર્ટફોન વપરાશકર્તાઓ વધવાથી થઈ વૃદ્ધિ

સેન્સર ટાવરમાં મોબાઈલ ઇન્સાઇટ્સના વડા રૈડી નીલસનએ જણાવ્યું હતું કે ભારતમાં નવા સ્માર્ટફોન વપરાશકર્તાઓની સંખ્યામાં વધારો થવાથી એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરવામાં વિકાસ થયો છે. આમાં એંડરોઈડ વપરાશકર્તાઓમાં સૌથી વધુ છે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ૨૦૨૨ સુધીમાં ડાઉનલોડ ૧૫% ચક્રવૃદ્ધિ દરમાં વધારો કરી શકે છે.

જીઓના આવવાથી એપ ડાઉનલોડિંગમાં વધારો થયો

નીલસનએ કહ્યું છે કે છેલ્લા ૫ વર્ષોમાં, એપ્લિકેશન ડાઉનલોડ્સમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, પરંતુ ૨૦૧૬ માં રિલાયન્સ જીઓના પ્રવેશ પછી, અચાનક એપ્લિકેશન ડાઉનલોડ્સમાં વધારો થયો છે. જીયોએ પ્રથમ વર્ષ માટે વપરાશકર્તાઓને મફત ડેટા આપ્યો, ત્યારબાદ સસ્તા ટેરિફ પ્લાન શરૂ કરીને વપરાશકર્તાઓને ડેટાનો લાભ આપ્યો. જીયોના સસ્તા ઓફરના લીધે, અન્ય કંપનીઓને ડેટા પ્લાનના ભાવમાં ઘટાડો કરવો પડ્યો હતો.

Share: