આસૂસ ઝેનબુક પ્રો ડ્યૂઓ લેપટોપ બે સ્ક્રીન સાથે થયું લૉન્ચ

May 28, 2019
 364
આસૂસ ઝેનબુક પ્રો ડ્યૂઓ લેપટોપ બે સ્ક્રીન સાથે થયું લૉન્ચ

કોમ્પ્યુટેક્સ ૨૦૧૯માં લેપટોપ અને સ્માર્ટફોન નિર્માતા કંપની આસૂસે ડુયલ-સ્ક્રીન વાળું લેપટોપ આસૂસ ઝેનબુક પ્રો ડ્યૂઓ (યુએક્સ૫૮૧)ને લોન્ચ કરી દીધું છે. તેમાં એક નવી સ્ક્રીન સ્ક્રીનપેડ પ્લસ આપવામાં આવી છે. સ્ક્રીનપૅડ પ્લસ એક ૧૪ ઇંચનું સેકેન્ડરી ટચ સ્ક્રીન છે જેમાં આસૂસ સ્ક્રીનપેડ કરતાં વધુ સારી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. સ્ક્રીનપૅડ પ્લસ પ્રાઈમરી ડિસ્પ્લેની સાથે સંકલિત કરવામાં આવી છે. સ્ક્રીનપેડ પ્લસમાં બિલ્ટ-ઇન સ્ક્રીન એક્સપર્ટ સૉફ્ટવેર આપવામાં આવ્યું છે જેમાં ઘણી એપ્લિકેશનો, સાધનો અને જરૂરિયાતો આપવામાં આવી છે જેમાં વપરાશકર્તાઓને વધુ ઝડપથી ઍક્સેસ કરવામાં મદદ મળશે.

ઝેનબુક પ્રો ડ્યૂઓની સુવિધાઓ

આ લેપટોપની મુખ્ય લાક્ષણિકતાઓની વાત કરીએ તો આમાં, ૪કે અલ્ટ્રા હાઇ ડેફિનિશન (યુએચડી) ઓએલઈડી ટચ સ્ક્રીન આપવામાં આવી છે. આ એક ૪કે સ્ક્રીનપૅડ પ્લસ અને ટચપેડ સાથે આવે છે. તેની ડિસ્પ્લે ડિઝાઇન વિશે વાત કરીએ તો,આમાં ચારે બાજુ ફ્રેમલેસ આસૂસ નેનોઍડ્જ ડિઝાઇન સાથે લૉન્ચ કરવામાં આવ્યું છે. નેનોઍડ્જ હોવાથી તેમાં અલ્ટ્રા સ્લિમ બેજલ આપવામાં આવી, જે વધુ સારી વિઝુઅલ ફીલ કરાવે છે.

ઝેનબુક ડ્યૂઓ (યુએક્સ૪૮૧) ૧૪ ઇંચ અલ્ટ્રા પોર્ટેબલ વેરિયન્ટની વાત કરીએ તો તેમાં ચારે બાજુમાં ફ્રેમલેસ નેનો એજ ફૂલ એચડી ડિસ્પ્લે અને એક ફૂલ એચડી ડિસ્પ્લે પ્લસ આપવામાં આવી છે. આ ઝેનબુક પ્રો ડ્યૂઓને પાવર આપવા માટે, ઇન્ટેલ કોર આઇ૭ પ્રોસેસરને જીએફફોર્સ એમએક્સ ૨૫૦ જીપીયુ સાથે આપવામાં આવ્યું છે.

જયારે ઝેનબુક પ્રો ડ્યૂઓ (યુ એક્સ૫૮૧)માં ૯મી જનરેશનનું ઇન્ટેલ કોર આઈ૯ આઠ કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે જે ૫ ગીગાહઝ ટર્બો બુસ્ટ આવૃત્તિ સાથે આવે છે. તેમાં ૩૨ જીબીની ડીડીઆર ૪ રેમ આપવામાં આવી છે. આમાં ગેમર્સ માટે નવીડિયા જીએફફોર્સ આરટીએક્સ ૨૦૬૦ જીપીયુ આપવામાં આવ્યું છે. તેના ઇન્ટરનલ સ્ટોરેજ વિશે વાત કરીએ તો, તેમાં ૧ટીબી સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

Share: