આ વિદ્યાર્થીએ નોકરી મેળવવા એપલની સિસ્ટમ કરી હેક, પછી શું થયું તે જાણો

May 29, 2019
 730
આ વિદ્યાર્થીએ નોકરી મેળવવા એપલની સિસ્ટમ કરી હેક, પછી શું થયું તે જાણો

ઓસ્ટ્રેલિયા માં ૧૭ વર્ષીય એક સ્કૂલ વિદ્યાર્થીએ નોકરી મેળવવા માટે એપલની સિસ્ટમ હેક કરી. તેમણે આશા હતી કે કંપની તેની ક્ષમતાથી પ્રભાવિત થઈને નોકરી આપી દેશે. એક મીડિયા અહેવાલમાં જણાવ્યા અનુસાર, એડિલેડમાં રહેતો વિદ્યાર્થીએ મેલબર્ન એક બીજા છોકરા સાથે મળીને એપલના મેનફ્રમને ડિસેમ્બર ૨૦૧૫ અને ૨૦૧૭ની શરૂઆતમાં હેક કર્યું હતું અને આંતરિક દસ્તાવેજો અને ડેટા ડાઉનલોડ કર્યા હતા.

તેને જણાવ્યું હતું કે નકલી ડિજિટલ ઓળખાણપત્ર બનાવવા માટે ડિજિટલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં તેની 'ઊંચા સ્તરની કુશળતા'નો ઉપયોગ કર્યો જેનાથી એપલના સર્વરને લાગ્યું કે તે કંપનીનો એક કર્મચારી છે. તેના કાર્યની જાણ ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એફબીઆઈને આપવામાં આવી, જેમણે ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ (એએફપી) નો સંપર્ક કર્યો હતો. તેમના ક્લાયન્ટની સુરક્ષા કરતા કિશોરના વકીલ માર્ક ટ્વિગ્સે કોર્ટને કહ્યું કે તે સમયે તેના ક્લાઈન્ટને તેના કામની ગંભીરતા વિશે ખબર ન હતી અને તેને લાગ્યું કે કંપની તેને નોકરી આપી શકે છે.

ટ્વિગ્સે કહ્યું, "આ ત્યારે શરૂ થયું, જયારે મારો ક્લાયન્ટ ૧૩ વર્ષનો હતો. તેને ગુનાની ગંભીરતા વિશે ખબર નહોતી અને આશા હતી કે જ્યારે તેના વિશે બધાંને ખબર પડશે ત્યારે તેને કંપનીમાં નોકરી મળશે." વકીલે એમ પણ કહ્યું કે એક આવો જ એક કિસ્સો યુરોપમાં થયો હતો અને હેકરને એપલમાં નોકરી મળી ગઈ હતી.

તેમણે કહ્યું કે એપલને આ હેકથી કોઈ પ્રકારનું નાણાકીય અથવા બૌદ્ધિક નુકસાન નથી થયું. કિશોરએ એડિલેડ યુથ કોર્ટનો સામનો કર્યો અને કેટલાક કમ્પ્યુટર હેકિંગના આક્ષેપોનો સ્વીકાર કર્યો. મેજિસ્ટ્રેટ ડેવિડ વ્હાઇટએ આ કેસમાં સજા નહિ સંભળાવી અને નવ મહિનાના સુધી સારો વ્યવહાર રાખવા માટે ૫૦૦ ડૉલરના બોન્ડ પર રાખ્યો હતો.

Share: