ગૂગલ ડૂડલ પર જોવા મળ્યો વર્લ્ડ કપનો જાદુ

May 30, 2019
 237
ગૂગલ ડૂડલ પર જોવા મળ્યો વર્લ્ડ કપનો જાદુ

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ ૨૦૧૯ ની ઉદ્ધાટન મેચ આજે યજમાન ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની વચ્ચે લંડનના ‘ધ ઓવલ’ મેદાન પર રમાશે. સર્ચ એન્જિન ગૂગલે પણ માન્યું છે કે, આ વખતે વર્લ્ડ કપમાં ઝડપી બોલરોનો ઝ્લવો રહેશે. ક્રિકેટના આ મહાકુંભમાં જશ્ન મનાવવામાં માટે ગુગલે ખાસ એનિમેટેડ ડૂડલમાં દેખાડવામાં આવ્યું છે કે ઝડપી બોલર બેટ્સમેનને ટક્કર આપતા તેમને ફિલ્ડરના હાથે કેચ આઉટ કરાવી દેશે.

તમને જણાવી દઈએ કે, વર્લ્ડ કપમાં પાંચ એવા ઝડપી બોલર છે જેના પર બધાની નજર રહેશે. ખાસ વાત એ છે કે, તેમાંથી એક બોલર ભારતીય છે. વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની સુખી પીચ અને ત્યાનું ગરમ વાતવરણ, ઝડપી બોલરો માટે અને વધુ પડકારજનક સાબિત થવાનું છે. પરંતુ પાંચ એવા પણ ઝડપી બોલર છે જે વર્લ્ડ કપમાં બેટ્સમેનોને મુસીબતમાં મૂકી શકે છે.

૧. કાગિસો રબાડા (સાઉથ આફ્રિકા)

૨. જસપ્રીત બુમરાહ (ઇન્ડિયા)

૩. મિચેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા)

૪. હસન અલી (પાકિસ્તાન)

૫. ટ્રેન્ટ બોલ્ટ (ન્યુઝીલેન્ડ)

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ ૨૦૧૯ ની શરૂઆત સાથે જ સંપૂર્ણ દુનિયા ક્રિકેટના મહાકુંભમાં ખોવાઈ જશે. આ સુંદર ડૂડલમાં ગૂગલે સ્ટમ્પ અને બોલની મદદથી લખવામાં આવ્યું છે. બ્લેક બેકગ્રાઉન્ડમાં લખવામાં આવેલ ગૂગલને જોવા પર એક બોલર બોલ ફેંકતો જોવા મળી રહ્યો છે, જેના પર બેટ્સમેન શોટ રમે છે અને ફિલ્ડર કેચ પકડી લેશે.

આ ડૂડલને ક્લિક કરવા પર વર્તમાન વર્લ્ડ કપ મેચની જાણકારી મળે છે. તેની સાથે મેચનો સ્કોર અને ટીમથી જોડાયેલ જરૂરી ફેક્ટ પણ મળશે. વર્લ્ડ કપમાં ભારતને પોતાની પ્રથમ મેચ પાંચ જુનના સાઉથ આફ્રિકા સામે રમવાની છે.

વર્લ્ડ કપ ૨૦૧૯ માટે ભારતીય ટીમ આ પ્રકાર છે : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, વિજય શંકર, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજ્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી

Share: