ગરમીમાં બનાવો કેરીની ખીર, વાંચો રેસિપી

May 30, 2019
 910
ગરમીમાં બનાવો કેરીની ખીર, વાંચો રેસિપી

ગરમીમાં મેંગો શેક તો બધા પીવે છે, પરંતુ મીઠાઈમાં શું તમે કેરીની ખીર ટ્રાઈ કરી છે. ઘણા લોકો તેને મેંગો પુડિંગ પણ કહે છે. ચાલો જાણીએ તેને બનાવવાની વિધિ:

સામગ્રી

ફુલક્રીમ દૂધ

૧ કપ કેરીનો પલ્પ

૧ કપ પાક્કી કેરી

૧/૨ કપ પડારેલ ચોખા

૧/૪ કપ ખાંડ

૧ ચમચી એલચી પાવડર

થોડાક નાના કાપેલ કાજુ અને બદામ, સજાવટ માટે

બનવવાની રીત:

સૌ પ્રથમ દૂધને ધીમી જ્યોત પર દૂધ ગરમ કરો. આ પછી

જ્યારે દૂધ ઉભડો આવે ત્યારે તેમાં ચોખા નાખી તેને સારી રીતે મિક્ષ કરી દો. આ પછી, ચોખાને રાંધવા દો અને તેને ઓછી જ્યોત પર બનવા દો.

આ પછી, દૂધ ૨૦ થી ૨૫ મિનિટમાં અડધું થઇ જશે અને ચોખા સારી રીતે પકવી જશે. આ પછી તેમાં કાજુ અને બદામ ઉમેરો અને સારી રીતે ભળી દો.

આ પછી, તેમાં ખાંડ ઉમેરો અને ૨ મિનિટ સુધી ગરમ કરો. ૪ મિનિટ સુધી ઠંડુ થવા દો, પછી તેમાં કેરીનો પલ્પ અને કેરીના ટુકડા ઉમેરી તેને બરોબર મિક્ષ કરી દો.

કેરીની ખીર તૈયાર છે. આ પછી બદામ, કાજુ અને પાક્કી કેરીના ટુકડાઓ સાથે તમે ટેસ્ટ કરી શકો છો.

Share: