મગદાળ પાલક થેપલાથી મેળવો, સ્વાદ સાથે સેહતની ભેટ

June 01, 2019
 880
મગદાળ પાલક થેપલાથી મેળવો, સ્વાદ સાથે સેહતની ભેટ

મગદાળ પાલકના થેપલાં જેટલો સ્વાદિષ્ટ નાસ્તો છે, તેટલો જ પોષણથી ભરપૂર છે. મગદાળ પેટ માટે સારી હોય છે, તો પાલક શરીરમાં આયરન અને મિનરલની જરૂરિયાતને પૂરી કરે છે. તેને બનાવું પણ ઘણું જ સરળ છે. બાળકોના ટિફિન અથવા વહેલી સવારના નાસ્તામાં, મગદાળ પાલકના થેપલા બધે જ ફિટ થઈ જાય છે. ચાલો જાણીએ કે તેને કેવી રીતે બનાવવું

સામગ્રી:

➪ મગદાળ - ૨૫૦ ગ્રામ

➪ દહીં - ૧/૨ કપ

➪ પાલક કાપેલ ઝીણાં - ૫૦ ગ્રામ

➪ નાના કાપેલ ધાણાના પાંદડા - ૫ ચમચી

➪ સરસ રીતે કાપેલ મરચાં - ૨

➪ વાટેલ આદુ - ૧ ચમચી

➪ જીરું - ૩/૪ ચમચી

➪ હળદર પાવડર - ૧/૨ ચમચી

➪ લાલ મરચું પાવડર - ૩/૪ ચમચી

➪ લીંબુનો રસ - ૨ ચમચી

➪ મીઠું - સ્વાદ પ્રમાણે

➪ તેલ - જરૂરિયાત પ્રમાણે

બનાવવાની રીત:

મગની દાળ ધોઈને તેને ચારથી પાંચ કલાક પાણીમાં પલાડી મૂકો. પાણીમાંથી દાળને બહાર કાઢી લો અને થોડું સાફ પાણી નાખીને ગ્રાઇંડરમાં મૂકો અને મગદાળનો પેસ્ટ બનાવી દો. દાળના ઘોલનું ગાઢપણ ઢોસાના ધોલ જેવું હોવું જોઈએ. દાળના પેસ્ટને એક મોટા બાઉલમાં મૂકો અને તેમાં તેલ સિવાય બધી વસ્તુઓને નાખીને તેને સારી રીતે મિક્ષ કરી દો. ધ્યાનમાં રાખો કે ઘોલમાં ગાંઠના પડે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. નોનસ્ટીક પેનને ગરમ કરો અને તેમાં થોડું તેલ નાખો. એક મોટા ચમચાથી દાળના ઘોલને પૈનની વચ્ચે નાખો અને તેને ફેલાવી દો. ઉપરથી થોડુંક બીજું તેલ નાખો. બંને બાજુએથી પકવીના જાય ત્યાં સુધી ગરમ થવા દો. મનપસંદ ચટણી સાથે ખાઈ શકો છો.

Share: