
વરસાદ હોય કે તડકો અક્સર લોકો છત્રીનો ઉપયોગ કરતા જોઈ શકાય છે. દરેક સમયે છત્રીને હાથમાં પકડીને રાખવું અને પછી તેને સાંભાળવું મુશ્કેલ કામ છે. પરંતુ હવે એક એવી છત્રી બજારમાં આવવાની છે, જેને રાખવું સરળ હશે. તેને હાથમાં પણ પકડીને નહિ રાખવું પડે. ખરેખર આ છત્રી તમને માથા ઉપર ઉડતી જોવા મળશે.
તેની બીજી સુવિધા એ છે કે તેને બાઇક ચલાવતા અને તેજ પવનમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. છત્રી દરેક સમયે તમારા માથા ઉપર ઉડતી રહેશે. જયારે સામાન્ય છત્રીઓ સાથે આ કરવું શક્ય નથી. આ છત્રીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને બજારમાં આવવાની રાહ જોઈ રહ્યા છે. આ છત્રીને લોકો જાદુઈ છત્રી પણ કહી રહ્યા છે.
આવી રીતે કરે છે કામ
આ છત્રી હવામાં ઉડે છે. આ છત્રીને મોબાઇલની મદદથી સંચાલિત કરી શકાય છે. આ છત્રીમાં એક ડ્રોન લગાવેલ છે. જો કે, આ છત્રી બનાવતી કંપનીએ કહ્યું છે કે આ છત્રી હાલમાં બજારમાં ઉપલબ્ધ નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે તે ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે.