વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, કેપ્ટન વિરાટ કોહલીને થઈ ઈજા

June 02, 2019
 361
વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, કેપ્ટન વિરાટ કોહલીને થઈ ઈજા

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ચાહકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિરાટ કોહલીને અંગૂઠામાં ઈજા થઈ છે. આ ઈજા એવા સમયે થઈ છે જયારે ટીમને પોતાની પ્રથમ મેચ ૫ જુનના સાઉથ આફ્રિકા સામે રમવાની છે. ઈજા શનિવારના ટ્રેનીંગ દરમિયાન થઈ હતી.

ભારતીય ક્રિકેટ ટીમના ફિઝિયોથેરાપીસ્ટ પેટ્રિક ફારહાર્ટે વિરાટ કોહલીની સાથે ઘણો લાંબો સમય પસાર કર્યો હતો. જ્યાં ટ્રેનિંગ દરમિયાન તેમના અંગૂઠા પર પહેલા મેજિક સ્પ્રે લગાવવામાં આવ્યો હતો ત્યાર બાદ આંગળી પર ટેપિંગ કરવામાં આવી હતી. તેમ છતાં અત્યાર સુધી એ જાણવા મળ્યું નથી કે, વિરાટ કોહલીને આંગળીમાં આ ઈજા ફિલ્ડીંગ દરમિયાન થઈ અથવા બેટિંગ દરમિયાન. પરંતુ એટલું જરૂર કહી શકાઈ કે, ઈજા થયા બાદ વિરાટ કોહલી થોડા નિરાશ જોવા મળ્યા હતા. જયારે ટ્રેનિંગ સેશન બાદ વિરાટ કોહલીએ પોતાના અંગૂઠાને બરફના ગ્લાસમાં ડુબાડી રાખ્યો હતો.

તેમ છતાં ભારતીય મેનેજમેન્ટ અને બીસીસીઆઈ તરફથી અત્યાર સુધી વિરાટ કોહલીની ઈજાને લઈને કોઈને નિવેદન આવ્યું નથી. પરંતુ વર્લ્ડ કપની શરૂઆતમાં જ આ ઈજાના કારણે ઘણા ચાહકો ભયભીત થઈ ગયા છે. તેમ છતાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બુધવારે મેચ રમાવવાની છે અને એવામાં ઈજાથી સ્વસ્થ થવાની આશા રહેલી છે.

તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમને આ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ બાદ બીજી સૌથી ફેવરેટ ટીમ માનવામાં આવી રહી છે. ભારતીય ટીમને પોતાની પ્રથમ અભ્યાસ મેચમાં જ્યાં ન્યુઝીલેન્ડના સામે હારનો સામનો કરવો પડ્યો હતો જયારે બાંગ્લાદેશ સામે ટીમને જીત મળી હતી.

વર્લ્ડ કપ ૨૦૧૯ માટે ભારતીય ટીમ આ પ્રકાર છે : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, વિજય શંકર, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજ્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી

Share: