ત્રણ આંખવાળા સાપને જોઈને તમે પણ પડશો આશ્ચર્યમાં, જુઓ અહીંયા

June 06, 2019
 537
ત્રણ આંખવાળા સાપને જોઈને તમે પણ પડશો આશ્ચર્યમાં, જુઓ અહીંયા

હાલના દિવસોમાં સોશ્યિલ મીડિયા પર એક સાપનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. તે સાપ તેની આંખોના લીધે સામાન્ય સાપથી સહેજ અલગ છે. આપણે બધાએ બે આંખવાળા સાપને તો જોયા હશે, પરંતુ આ સાપની ત્રણ આંખો છે. તેની ત્રણ આંખોને કારણે તે ચર્ચામાં છે

આ સાપ નાદર્ન ટેરિટરી પાર્ક્સ ઍન્ડ વાઇલ્ડલાઇફના રેંજર્સના ઑસ્ટ્રેલિયાનું નાનું શહેર હેમ્પપ્ટી ડૂના બહાર ના વિસ્તારમાં આ વર્ષે માર્ચમાં મળી આવ્યો હતો.આ 16-ઇંચનો બેબી કાર્પેટ અજગર છે. જ્યારે તે અજગર રેન્જર્સ ને મળ્યો તો તે જોઈને હેરાન રહી ગયા કે આ બેબી અજગરની ત્રણ આંખો છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે આ બેબી અજગર સામાન્ય નથી. તેમાં એક મસ્તક છે, જેમાં ત્રણ આંખો છે, જે યોગ્ય રીતે કાર્ય કરે છે.

રેન્જર્સએ તેના સોશ્યિલ મીડિયા પોસ્ટમાં માહિતી શેર કરવાની સાથે ઉલ્લેખ કર્યો હતો કે આ બેબી અજગર વધારે દિવસો સુધી જીવી શક્યો નહતો અને થોડા દિવસો પછી જ તે મૃત્યુ પામ્યો હતો. તે ખાવાના સમયે કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો.

Share: