બીએસએનએલની ૪જી પ્લસ સર્વિસ લોન્ચ, મોબાઇલમાં નેટવર્ક વગર પણ વાપરી શકાશે ઇન્ટરનેટ

June 06, 2019
 402
બીએસએનએલની ૪જી પ્લસ સર્વિસ લોન્ચ, મોબાઇલમાં નેટવર્ક વગર પણ વાપરી શકાશે ઇન્ટરનેટ

સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ કિંમતની સરખામણીએ ટકી રહેવા માટે નવી યોજનાઓ અને સર્વિસો આપી રહી છે. આ જ અનુક્રમમાં કંપનીએ બીએસએનએલ ૪જી પ્લસ સેવા શરૂ કરી છે. આ સેવા દ્વારા સમગ્ર દેશમાં સ્થિત બીએસએનએલ વાઇ-ફાઇ હોટસ્પોટ્સની મદદથી બીએસએનએલ સબ્સ્ક્રાઇબર્સ તેમના ફોન પર ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. આ માટે, વપરાશકર્તાઓને તેમના મોબાઇલના ૪જી નેટવર્ક્સની પણ જરૂર નહિ પડે. વપરાશકર્તાઓ વાઇ-ફાઇને તેમના નેટવર્ક તરીકે તેનો ઉપયોગ કરી શકશે. આ સેવાથી સંબંધિત વિગતો કંપનીની અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

આ રીતે કરી શકશો ઉપયોગ:

બીએસએનએલ ૪જી પ્લસ સર્વિસને બે રીતે ઉપયોગ થઈ શકે છે. તેની પ્રથમ રીત એ એક્સ્ટેન્સિબલ ઓથેન્ટિકેશન પ્રોટોકોલ (ઇએપી) છે, તો બીજી રીત નોન ઇએપી છે.

ઇએપી થી આ રીતે કરો નંબર સક્રિય:

આ માટે વપરાશકર્તાઓએ તેમના ફોનમાં વાઇ-ફાઇને ચાલુ કરવો પડશે. આ પછી બીએસએનએલ ૪જી પ્લસ એસએસઆઈડીને પસંદ કરો અને સિમ ઓથેટિકેશન માટે ઇએપીને પસંદ કરો. આ પછી બીએસએનએલ સિમ સ્લોટ પર ક્લીક કરો. જ્યારે ઓથેટિકેશન થઈ જાય ત્યારે નેટવર્કમાં જોડાવા માટે વિકલ્પ પર ક્લીક કરો.

નોન-ઇએપી ડિવાઇસને આ રીતે કરો સક્રિય:

આ પ્રકારની ડિવાઇસ પર સૌથી પહેલા વાઇ-ફાઇને ચાલુ કરો. આ પછી

બીએસએનએલ ૪જી પ્લસ એસએસઆઈડીને પસંદ કરી મોબાઇલ નંબર દાખલ કરો. આ નંબર તે હોવો જોઈએ કે જેના પર તમે લોગિન પિન પ્રાપ્ત કરવા માંગો છો. જે પિન તમને મળી છે તેને સ્ક્રીન પર દાખલ કરો. હવે લૉગિન કરો.

મોબાઇલ એપ્લિકેશન પણ કરશે તમારી મદદ:

આ માટે, કંપનીએ એક એપ્લિકેશન પણ રજૂ કરી છે જે ગૂગલ પ્લે સ્ટૉર પરથી ડાઉનલોડ કરી શકાય છે. એપ્લિકેશનને ફોનમાં ઇન્સ્ટોલ કર્યા પછી બીએસએનએલ નંબર દાખલ કરો અને સાઇન ઇન કરો. સૌથી મહત્વની વાત એ છે કે આ સર્વિસને સક્રિય કરવા માટે બીએસએનએલ સિમને ફોનના પ્રાથમિક સ્લોટમાં રાખવું પડશે. તે પછી બીએસએનએલ વપરાશકર્તા ઑફલોડ પર ક્લિક કરીને બીએસએનએલ ૪જી પ્લસ પર લોગિન કરી શકશો.

Share: