ઉનાળામાં શેરડીનો રસ છે આશીર્વાદ રૂપ

June 06, 2019
 1368
ઉનાળામાં શેરડીનો રસ છે આશીર્વાદ રૂપ

ગરમીમાં આરોગ્ય પીણાં વિશે વિચારીએ, લીંબુ શરબત, કેરી અને શેરડીના રસનો વિચાર ધ્યાનમાં આવે છે. લીબું અને કેરીના ફાયદાઓ વિશે તો આપણે જાણીએ છીએ, પરંતુ શેરડીના રસને અવગણીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે શેરડીનો રસ ઉનાળા માટે આશીર્વાદ રૂપ છે. બસ જરૂર છે તો માત્ર તેની સ્વચ્છતા પર ધ્યાન આપવાની. જો તમે યોગ્ય પ્રમાણમાં શેરડીનો રસ પીવો છો, તો તે ઘણા રોગોથી દૂર રાખે છે...

તાણવથી રાહત માટે અસરકારક:

શેરડીના રસમાં જોવા મળતા એમિનો એસિડ્સ હોર્મોનના સ્તરને સંતુલિત બનાવી રાખે છે. દરરોજ શેરડીનો રસ પીવાથી અનિદ્રાની સમસ્યા પણ દૂર થાય છે.

વજન ઓછો કરવામાં મદદરૂપ

શેરડીના રસમાં આવતા ફાઈબર ફૈટની સાથે મળીને વધતી ચરબીને અટકાવે છે. તે વજન ને પણ ઘટાડે છે. આ ઉપરાંત, તેમાં રહેલ કુદરતી ખાંડ પણ કેલેરી ઘટાડે છે.

બ્લડ પ્રેશર રાખે છે નિયંત્રણમાં

પોટેશિયમથી ભરેલ શેરડીનો રસ રક્ત પરિભ્રમણને સરળ બનાવે છે. તેના કારણે બ્લડ પ્રેશર નિયંત્રણ રહે છે અને હૃદયરોગના હુમલાનો ભય ઘટી જાય છે.

ચામડીની રાખે છે સંભાળ

તેમાં આલ્ફા હાઇડ્રોક્સિ એસિડ હોવાથી, તે ત્વચાને પણ તંદુરસ્ત રાખે છે. શેરડીનો રસ દરરોજ પીવાથી ગરમીને કારણે થતાં ચામડીના રોગોથી મુક્તિ મળે છે.

ઉર્જાના કુદરતી સ્રોતો

ભૂખ લાગતા જો તમે એક ગ્લાસ શેરડીનો રસ પીવો છો તો તમારી ભૂખ શાંત થઇ જાય છે અને તમને તાત્કાલિક ઉર્જા મળતા થાક દૂર થાય છે. તે શરીરમાં શુગરનું સ્તર પણ જાળવી રાખે છે.

ગર્ભાવસ્થામાં પણ ફાયદાકારક

ગર્ભાવસ્થા દરમિયાન શેરડીનો રસ પીવાથી, ચયાપચય અને પાચન સારું રહે છે. દિવસ માટે ઊર્જા પણ મળી રહે છે.

દાંતમાં કેવિટી થતા રોકે છે

શેરડીમાં હાજર કેલ્શિયમ અને ફોસ્ફરસ દાંતના ઈનેમલને સુરક્ષિત રાખે છે અને મસૂડોને મજબૂત કરે છે.

હાડકાં બનાવે છે મજબૂત

શેરડીના રસમાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો હોવાને કારણે તે હાડકાને મજબૂત બનાવે છે. તે ઓસ્ટીયોપોરોસિસ થતા અટકાવે છે.

કોલેસ્ટરોલ ઘટાડે છે

અનેક અભ્યાસોમાં બતાવવામાં આવ્યું છે કે શેરડીનો રસ પીવાથી આખા શરીરમાં કોલેસ્ટોરેલનું સ્તર પ્રમાણમાં બની રહે છે અને આ કારણે હૃદય રોગ થવાની શક્યતા ઘટી જાય છે.

પાચન રાખે છે તંદુરસ્ત

ફાઇબર હોવાને કારણે તે ઝડપથી ખોરાક પચાવે છે. પેટ બળતરાં અને એસિડિટી જેવી સમસ્યાઓ પણ સમાપ્ત થાય છે અને કબજિયાત પણ ટાળી શકાય છે.

Share: