ઇન્સ્ટાગ્રામ લાવ્યું નવું ફીચર, બચાવશે તમારો ડેટા

June 07, 2019
 637
ઇન્સ્ટાગ્રામ લાવ્યું નવું ફીચર, બચાવશે તમારો ડેટા

ઇન્સ્ટાગ્રામે બુધવારે એક નવું ફીચર 'ઑપ્ટ-ઇન' બહાર પાડયું છે. આનાથી વપરાશકર્તાઓની એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં ઇન્ટરનેટ ડેટાનો વપરાશ ઓછો થઇ જશે.

ફેસબુક માલિકીની ઇન્સ્ટાગ્રામએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ફીચર ખાસ કરીને તે બજારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે જે મોબાઇલ ઇન્ટરનેટ ડેટા પ્લાન મર્યાદિત છે અથવા તેમની ઝડપ ખૂબ ધીમી છે.

નિવેદન મુજબ, આ વપરાશકર્તાઓને ઇન્સ્ટાગ્રામ પર હાજર ઉચ્ચ ગુણવત્તા વાળી સામગ્રીને વાઈ-ફાઈ અથવા મોબાઇલ ડેટા માંથી કોઈપણ એક પર જોવા માટે વિકલ્પ આપશે.

જો કોઈ વપરાશકર્તા વાઈ-ફાઈવિકલ્પને પસંદ કરે છે તો ઇન્સ્ટાગ્રામ પર હાજર વિડિઓ અને ઉચ્ચ રિઝોલ્યૂશન ફોટાઓ પોતાના માંથી લોડ થશે નહીં. વપરાશકર્તાની પસંદગી પર જ તે ફોન પર લોડ થઈને દેખાશે.

દુનિયાભરમાં લોકો સામાન્ય ગુણવત્તામાં આ સામગ્રીને ઇન્સ્ટાગ્રામ પર જોઈ શકશે, કારણ કે ફોટોને લોડ થવાનો સમય ઘટાડશે અને આનાથી મોબાઇલ ફોન ડેટાના વપરાશમાં ઘટાડો થશે.

ફેસબુક ભારતના ડિરેક્ટર અને ભાગીદાર પ્રમુખ મનીષ ચોપરાએ જણાવ્યું હતું કે, ડેટા બચતના આ ફીચરથી અમને આશા છે કે લોકો ધીમે ચાલતાં ઈન્ટરનેટ વાળા વિસ્તારોમાં ઇન્સ્ટાગ્રામનો સરળતાંથી ઉપયોગ કરી શકશે. આ સુવિધા સપ્તાહમાં એન્ડ્રોઇડના વપરાશકર્તાઓને દુનિયાભરમાં ઉપલબ્ધ કરી દેવામાં આવશે.

Share: