બીએસએનએલના આ યુઝર્સને મળી રહ્યું છે ૨૫ ટકા કેશબેક

December 15, 2018
 596
બીએસએનએલના આ યુઝર્સને મળી રહ્યું છે ૨૫ ટકા કેશબેક

ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડે પોતાના યુઝર્સ માટે કેશબેક ઓફર પ્રસ્તુત કરી છે. આ ઓફરના આધારે કંપની પોતાની લેન્ડલાઇન, બ્રોડબેન્ડ અને બ્રોડબેન્ડ વાઇફાઇ ગ્રાહકોને રિચાર્જ કરાવવા પર ૨૫% સુધીનો કેશબેક આપી રહી છે. આ કેશબેક કંપનીના વર્ષના અને ૬ મહિના વાળા પ્લાન્સ લેવા પર જ લાગુ છે. એટલે કે આ ઓફરનો લાભ લેવા માટે ગ્રાહકોને ૧ વર્ષ માટે અથવા ૬ મહિના માટે પ્લાન લેવા પડશે. જયારે આ ઓફરનો લાભ લેવાની વેલીડીટી ૧૦ થી ૩૧ ડિસેમ્બર સુધી છે. 

બીએસએનએલે ઇન્ડિયાનિ ટ્વીટ કરતા કેશબેક ઓફર પરથી પડદો ઉઠાવી દીધો છે. ટ્વીટની સાથે પ્રમોશનલ બેનરને પણ પ્રસ્તુત કરવામાં આવ્યું છે જેમાં ૨૫ ટકાના કેશબેકનો ઉલ્લેખ છે.  છ મહિના અને વાર્ષિક પ્લાન સિવાય કોઈ અન્ય પ્લાન પર ઓફર પર લાભ મળશે નહીં. કેશબેક ઓફરની જાણકારી આપતા કંપનીએ ટ્વીટમાં લખ્યું “A grand gift of 2018 from #BSNL. Grab the offer now!”

તમને જણાવી દઈએ કે, અ અગાઉ કંપનીએ પોતાના ૭ બ્રોડબેન્ડ પ્લાન્સને રિવાઈઝ કર્યા હતા. તેમાં ૬૭૫ રૂપિયા, ૮૪૫ રૂપિયા, ૯૯૯ રૂપિયા, ૧૧૯૯ રૂપિયા, ૧૪૯૫ રૂપિયા, ૧૭૪૫ રૂપિયા અને ૨૨૯૫ રૂપિયા વાળા પ્લાન્સ સામેલ છે. રિવાઈઝ થયા બાદ આ પ્લાન્સમાં યુઝર્સને ૬ ગણા વધુ ડેટા આપવામાં આવી રહ્યો છે.

Share: