ભારતીય ટીમના ન્યુઝીલેન્ડ પ્રવાસની જાહેરાત

June 08, 2019
 159
ભારતીય ટીમના ન્યુઝીલેન્ડ પ્રવાસની જાહેરાત

ભારતીય ટીમ આગામી વર્ષે ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરશે. આ દરમિયાન ટીમ ૫ મેચની ટી-૨૦ સીરીઝ અને બે મેચની ટેસ્ટ સીરીઝ રમશે. ટી-૨૦ સીરીઝની શરૂઆત ૨૪ જાન્યુઆરીથી થશે તેમ છતાં ત્રણ મેચની વનડે સીરીઝ પણ હશે અને પછી ૨૧ ફ્રેબુઆરીથી ૫ ફ્રેબુઆરીની વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમશે.

ન્યુઝીલેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ ડેવિડ વાઈટે જણાવ્યું છે કે, બીજી ટી-૨૦ નું આયોજન ૨૬ જાન્યુઆરીના કરવામાં આવશે પરંતુ હજુ તેમને આ બાબતમાં ઓકલેન્ડ કાઉન્સિલથી કેટલીક વાતો કરવાની છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી ૨૦૧૯-૨૦ સીઝન માટે આંતરરાષ્ટ્રીય ઘરેલું કાર્યક્રમનું એલાન કરી દીધું છે. ફાફ ડુ પ્લેસિસની સાઉથ આફ્રિકા ટીમ ભારતીય પ્રવાસમાં ત્રણ ટી-૨૦ અને ત્રણ ટેસ્ટ મેચ રમશે. તેની શરૂઆત ૧૫ સપ્ટેમ્બરના ધર્મશાળાથી થશે. ભારત આ સીઝનમાં ૧૨ ટી-૨૦, નવ વનડે અને પાંચ ટેસ્ટ મેચ રમશે. એટલે ભારત આગામી સીઝનમાં ૨૬ આંતરરાષ્ટ્રીય મેચની યજમાની કરશે. આ દરમિયાન જે પાંચ ટેસ્ટ મેચ રમાશે તે ટેસ્ટ ચેમ્પિયનશીપની ભાગ હશે. સાઉથ આફ્રિકા સિવાય બાંગ્લાદેશ, વેસ્ટ ઇન્ડીઝ, ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા ભારત પ્રવાસ પર આવશે. આ સીઝન માર્ચ ૨૦૨૦ સુધી ચાલશે.

ભારતના ન્યુઝીલેન્ડ પ્રવાસનો કાર્યક્રમ

૨૪ જાન્યુઆરી : પ્રથમ ટી-૨૦, ઓકલેન્ડ

૨૬ જાન્યુઆરી : બીજી ટી-૨૦, ઓકલેન્ડ

૨૯ જાન્યુઆરી : ત્રીજી ટી-૨૦, હેમિલ્ટન

૩૧ જાન્યુઆરી : ચોથી ટી-૨૦, વેલિંગ્ટન

૨ ફ્રેબુઆરી : પાંચમી ટી-૨૦, માઉન્ટ મોંગાનુઈ

૫ ફ્રેબુઆરી : પ્રથમ વનડે, હેમિલ્ટન

૮ ફ્રેબુઆરી : બીજી વનડે, ઓકલેન્ડ

૧૧ ફ્રેબુઆરી : ત્રીજી વનડે, માઉન્ટ મોંગાનુઈ

૨૧-૨૫ ફ્રેબુઆરી : પ્રથમ ટેસ્ટ, વેલિંગ્ટન (બેસિન રિઝર્વ)

૨૯ ફ્રેબુઆરી – ૪ માર્ચ : બીજી ટેસ્ટ, ક્રાઇસ્ટચર્ચ

Share: