જીઓ ગીગાફાઇબરનો નવો પ્લાન થયો લૉન્ચ, થશે આ ફાયદો

June 08, 2019
 617
જીઓ ગીગાફાઇબરનો નવો પ્લાન થયો લૉન્ચ, થશે આ ફાયદો

રિલાયન્સ જિયોએ તેના સુપરફાસ્ટ હોમ બ્રોડબેન્ડ સર્વિસ માટે એક નવું પેકેજ રજૂ કર્યું છે. આ પેકેજમાંયુઝર્સને નવા કનેક્શન્સમાં રૂ. ૨,૦૦૦ ની બચત થશે. ખરેખર જિઓ ગિગા ફાઇબર હોમ બ્રોડબેન્ડ સર્વિસ માટે વપરાશકર્તાઓને રૂ. ૪,૫૦૦ ની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરવી પડે છે. કંપનીના આ નવા પેકેજમાં સિક્યોરિટી ડિપોઝિટ માટે હવે ૨,૫૦૦ રૂપિયા ચૂકવવા પડશે. આ રીતે વપરાશકર્તાઓની રૂ. ૨,૦૦૦ ની બચત થશે. આ માહિતી એક ટ્વિટર વપરાશકર્તા દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે રિલાયન્સ જીઓના આ ઓપ્ટિકલ નેટવર્ક ટર્મિનલ્સ સર્વિસની કિંમતની સાથે સ્પીડ પણ વધારી દેવામાં આવી છે. રૂ ૪,૫૦૦ પેકેજમાં વપરાશકર્તાઓ ૧૦૦ એમબીપીએસ ની સ્પીડ મળે છે. જ્યારે આ નવા પેકેજમાં વપરાશકર્તાઓને માત્ર ૫૦ એમબીપીએસ ની સ્પીડ મળે છે. આ ઉપરાંત, કંપની દ્વારા આપવામાં આવેલ રાઉટરમાં પણ હવે ડ્યુઅલ બેન્ડ કનેક્ટિવિટીને બદલે સિંગલ બેન્ડ સપોર્ટ મળશે.

ગયા વર્ષે ઓગસ્ટમાં જિઓ ગિગાફાઇબરના વિશે જે જાહેરાત કરવામાં આવી હતી. તેમાં ૧૦૦ એમબીબીએસની સ્પીડ સાથે ૧૦૦ જીબી ડેટા આપવાની વાત કહેવામાં આવી હતી. આ સ્પીડ સાથે છેલ્લા કેટલાક મહિનાથી ઘણા શહેરોમાં બીટા પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેના માટે વપરાશકર્તાઓને રૂ. ૪,૫૦૦ ની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવી પડતી હતી. આ સિક્યોરિટી ડિપોઝિટ યુઝર્સના એક જ સમયે થાપણ તરીકે લેવામાં આવી રહ્યા હતા. રૂ. ૨,૫૦૦ વાળા જેિયો ગીગા ફાઇબરમાં વપરાશકર્તાઓને સિંગલ બેન્ડ રાઉટર આપવામાં આવશે. આમાં વપરાશકર્તાઓને ૫૦ એમબીપીએસની ઝડપ મર્યાદા સાથે ૧,૧૦૦ જીબી ડેટાનો લાભ મળશે. આની સાથે મફત વૉઇસ કૉલ્સનો પણ લાભ મળશે.

Share: