ડબ્લ્યુડબ્લ્યુઈના ચેમ્પિયને કોહલી અને ધોનીને મોકલ્યો સ્પેશલ સંદેશ

June 08, 2019
 202
ડબ્લ્યુડબ્લ્યુઈના ચેમ્પિયને કોહલી અને ધોનીને મોકલ્યો સ્પેશલ સંદેશ

દુનિયાભરમાં વર્લ્ડ કપ ૨૦૧૯ નો નશો ઝડપથી ચઢી રહ્યો છે. દરેક પોત-પોતાની ટીમો અને પોત-પોતાના મનપસંદ ખેલાડીઓને શુભેચ્છા આપવાનો સંદેશ મોકલી રહ્યા છે. તાજેતરમાં જર્મનીના સ્ટાર ફૂટબોલર થોમસ મુલરે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને શુભકામનાઓનો સંદેશ મોકલ્યો છે. હવે આ બાબતમાં એક ચેમ્પિયનનું નામ વધુ જોડાઈ ગયું છે.

ભારતીય ટીમે વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત સાઉથ આફ્રિકાને છ વિકેટથી હરાવી કરી હતી. ભારતીય ટીમે વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાને બે મેચમાં હરાવ્યું છે, જયારે ૩ માં તેને હારનો સામનો કરવો પડ્યો છે. જેમ-જેમ વર્લ્ડ કપની મેચ રોમાંચક થઈ રહી છે, લોકોનું જુનુન પણ વધુ વધી રહ્યું છે.

ટીમ ઇન્ડિયાના ચાહકોની યાદીમાં હવે ડબ્લ્યુડબ્લ્યુઈ ચેમ્પિયન કોફી કિંગ્સટન પણ સામેલ થઈ ગયા છે. કોફી કિંગ્સટને વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન માટે કેપ્ટન વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની સહિત ભારતીય ટીમને શુભકામનાઓ આપી દીધી છે.

ડબ્લ્યુડબ્લ્યુઈના સુપરસ્ટાર કોફી કિંગ્સટને પોતાના વિડીયો મેસેજમાં કહ્યું છે કે, હું તમારો ડબ્લ્યુડબ્લ્યુઈ ચેમ્પિયન કોફી કિંગ્સટન છુ, હું મેન ઇન બ્લુ માટે ખાસ સંદેશ લઈને આવ્યો છુ. વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને સંપૂર્ણ ટીમ ઇન્ડિયા. હું તમને આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની શુભકામનાઓ આપવા માંગુ છુ. જીત પ્રાપ્ત કરી લો.

તમને જણાવી દઈએ કે, કોફી કિંગ્સટન ઘણી વખત ભારતના પ્રવાસ પર આવી ચુક્યા છે, જ્યાં તેમને ઘણા શોમાં ભાગ લીધો છે. કોફી કિંગ્સટન ભારતમાં ડબ્લ્યુડબ્લ્યુઈને પ્રમોટ કરવા માટે આવતા રહીએ છીએ.

Share: