પબજી લાઇટ ભારતમાં ટૂંક સમયમાં લૉન્ચ કરશે, જાણો આ ગૅમ વિશે

June 09, 2019
 835
પબજી લાઇટ ભારતમાં ટૂંક સમયમાં લૉન્ચ કરશે, જાણો આ ગૅમ વિશે

પબજી પ્રેમીઓ માટે તેનું લાઇટ પીસી વર્જન પબજી લાઈટ ટૂંક સમયમાં ભારતમાં પણ લૉન્ચ કરવામાં આવશે. આ લાઈટ વર્જન હાલમાં હોંગકોંગ, તાઇવાન, બ્રાઝિલ અને બાંગ્લાદેશમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. આ લાઇટ પીસી વર્જનને ભારત જેવા મોટા બજારોમાં ટૂંક સમયમાં લૉન્ચ કરવામાં આવશે, તેને તાજમહલના એક ફોટા સાથે ટીજ બનાવવામાં આવ્યું છે. પબજીના અધિકારીક ફેસબુક પેજ પર આ ફોટાને સત્તાવાર રીતે પોસ્ટ કરવામાં આવ્યો છે. આની સાથે પબજી લાઇટ ટૂંક સમયમાં આવી રહ્યું છે તેમ લખવામાં આવ્યું છે.

પબજી લાઇટ એ તેના મુખ્ય પીસી વર્જનનું હલકું વર્જન છે. તમે તેને લોઅર-એન્ડ પીસી અને લેપટોપ પર રમી શકો છો. આના માટે વધારે જીપીયુ વાળા પીસીની જરૂર નથી. આ ગેમને રમવા માટે તમે તમારા બેજીક સિસ્ટમ પર પણ ચાલું કરી શકો છો.

ન્યૂનતમ સિસ્ટમ આવશ્યકતાઓ

ઓએસ: વિન્ડોઝ ૭, ૮, ૧૦, - ૬૪બીટ

સીપીયુ: કોર આઈ૩ @ ૨.૪ ગીગાહર્ટઝ

રેમ: ૪ જીબી

જીપીયુ: ઇન્ટેલ એચડી ૪૦૦૦

એચડીડી: ૪ જીબી

રેકોમેન્ડેડ સિસ્ટમ આવશ્યકતાઓ

ઓએસ: વિન્ડોઝ ૭, ૮, ૧૦, - ૬૪બીટ

સીપીયુ: કોર આઇ૫ @ ૨.૮ ગીગાહર્ટઝ

રેમ: ૮ જીબી

જીપીયુ: એનવીડીયા જીટીએક્સ ૬૬૦ અથવા એએમડી રેડિઓન એચડી ૭૮૭૦

એચડીડી: ૪ ગેબ

પબજી લાઇટ માટે હાલમાં કોઈ સત્તાવાર રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી નથી.સોશ્યિલ મીડિયા દ્વારા મળેલી અફવાઓનો વિશ્વાસ કરીયે તો તે આ મહિનાનાં છેલ્લા અઠવાડિયામાં લોન્ચ કરવામાં આવી શકે છે. મીડિયા અહેવાલો અનુસાર આ વર્જનને ૨૫ જૂનના રોજ લૉન્ચ કરવામાં આવી શકે છે. પબજી લાઈટ ભારતમાં ઘણું સફળ થઈ શકે છે. તેનું મુખ્ય કારણ પબજી મોબાઇલને બીજા દેશોની જેમ ભારતમાં પણ ઘણી રમવામાં આવી રહી છે. જો કે પબજી નું પીસી વર્જન મોબાઇલ વર્જનથી સહેજ અલગ હોઈ શકે છે.

Share: