વર્લ્ડ કપમાં આજે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા વચ્ચે મહામુકાબલો, આ ખેલાડીઓ વચ્ચે જોવા મળશે ટક્કર

June 09, 2019
 188
વર્લ્ડ કપમાં આજે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા વચ્ચે મહામુકાબલો, આ ખેલાડીઓ વચ્ચે જોવા મળશે ટક્કર

આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં આજે ટીમ ઇન્ડિયાનો સામનો ઓસ્ટ્રેલિયાથી છે. બંને ટીમો પોતાની અંતિમ મેચ જીતીને આવી છે. વાત કરીએ આ મેચની તો બંને ટીમોની પાસે મોટા ખેલાડીઓ રહેલા છે. ઇન્ડિયા પાસે જ્યાં રોહિત શર્મા, વિરાટ કોહલી, શિખર ધવન, ધોની જેવા જયારે ઓસ્ટ્રેલિયાની પાસે એરોન ફિન્ચ, ઉસ્માન ખ્વાજા, ડેવિડ વોર્નર, સ્ટીવન સ્મિથ ટીમને મજબૂત બનાવી છે.

આ ખેલાડીઓ પર બધાની નજર

કોહલી – મિચેલ સ્ટાર્ક : એક તરફ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી હશે જ્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયાની બોલિંગની જાન મિચેલ સ્ટાર્ક. બંનેની વચ્ચે આ મેચમાં બોલ અને બેટની જંગ જોવા લાયક હશે.

ડેવિડ વોર્નર – જસપ્રીત બુમરાહ : ટીમમાં એક વર્ષ બાદ પરત ફરેલા ડેવિડ વોર્નરનો સામનો આઈસીસી રેન્કિંગમાં નંબર એક બોલર જસપ્રીત બુમરાહથી થશે.

રોહિત – ઓસ્ટ્રેલિયા : ટીમ ઇન્ડિયાના સ્ટાર પ્લેયર રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે હંમેશા જ રન બનાવે છે. ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્માએ ૧૯૮૦ રન બનાવ્યા છે. જ્યારે તેમને ૭ સદી પણ ફટકારી છે.

ઓસ્ટ્રેલિયા : પ્લેઇંગ ઈલેવનની વાત કરીએ તો એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, એરોન ફિન્ચ (કેપ્ટન), સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કૈરી (વિકેટકીપર), માર્ક્સ સ્ટોઈનીસ, નાથન લિયોન, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને એડમ જામ્પા આજની મેચમાં ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઈલેવનમાં જગ્યા બનાવી શકે છે.ઇન્ડિયા : જયારે ટીમ ઇન્ડિયાની વાત કરીએ તો એવી થઈ શકે છે, વિરાટ કોહલીની સેના, રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, લોકેશ રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, યુજ્વેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ.

Share: