પરંપરાના નામે માતા-પિતા વેચે છે અહીંયા પુત્રીઓ, જાહેરમાં ભરાઈ છે બજાર

August 11, 2019
 1063
પરંપરાના નામે માતા-પિતા વેચે છે અહીંયા પુત્રીઓ, જાહેરમાં ભરાઈ છે બજાર

આ જગ્યાએ કન્યાઓ વેચવાનું સારું માનવામાં આવે છે

માતા-પિતા પોતે વેચે છે પોતાની પુત્રીઓને

આ શહેરની છોકરીઓની જાહેરમાં સોદાબાજી થાય છે. તેને અહીં એક રિવાજ માનવામાં આવે છે. અહીં માતાપિતા પોતાની પુત્રીઓ માટે ગ્રાહકોને શોધે છે. ખરેખર, આ તેમના લગ્ન કરવા માટે કરવામાં આવે છે.

આ અજીબો-ગરીબ રિવાજ યુરોપના એક સમુદાયમાં પ્રચલિત છે. અને વધુ ગ્રાહકો શોધવા માટે એક ખાસ બજાર લાગે છે.

માહિતી મુજબ છોકરીઓ પણ આ રિવાજથી રાજી હોય છે. આ પ્રથાને તેઓ પોતાના માટે સારો વર શોધવા માટે એક સારી રીત ગણે છે. જે જગ્યાએ આ બજાર ભરાઈ છે તે જગ્યાનું નામ બુલ્ગારિયા છે. તેને યુરોપિયન યુનિયનનો ભાગ માનવામાં આવે છે. આ બજારો બુલ્ગારિયામાં બચકોવો મોનેસ્ટ્રીની નજીક ભરાઈ છે.

જાણવી દઈએ કે પુત્રીઓ વેચવાની આ રિવાજ ત્યાંના રોમ સમુદાયમાં લોકપ્રિય છે. માહિતી મુજબ - આ સમુદાયનો સંબંધ ભારતથી પણ છે. વાસ્તવમાં, રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓનો સમુદાય પરોપકારવાદી છે જે રોમા સમુદાયમાં આવે છે. આ સમુદાયના લોકો એટલા ગરીબ છે અને તેમના જીવનનો ખર્ચ કરવો મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, રોમા સમુદાયના લોકોની વિચારધારા બદલાઈ શકી નહિ. આ જ કારણ છે કે આ સમુદાયના લોકો સદીઓથી આ પરંપરા ચલાવી રહ્યા છે.

એક અહેવાલ મુજબ- આ સમુદાયમાં શિક્ષણનો પણ અભાવ છે. આ સમુદાયની છોકરીઓ કૉલેજ સુધી પહોંચતી નથી. નાની ઉંમરે જ તેમને લગ્ન માટે વેચવામાં આવે છે.

વર્ષમાં ચાર વખત ભરાઈ છે બજાર

બુલ્ગારિયામાં બ્રાઇડલ બજાર વર્ષમાં ચાર વખત ભરાઈ છે. જેમાં છોકરીઓ સ્વેચ્છાએ તેમના સંબંધીઓ અથવા માતા-પિતા સાથે શણગાર કરીને આવે છે. છોકરીઓ તેમના પસંદના છોકરા સાથે વાત કરી પોતે લગ્ન માટે તેમને પસંદ કરે છે.

Share: