૪૬ વર્ષ બાદ ફ્રેંચ ઓપન જીતનારી પ્રથમ ઓસ્ટ્રેલીયન ખેલાડી બની એશ્લી બાર્ટી

June 09, 2019
 157
૪૬ વર્ષ બાદ ફ્રેંચ ઓપન જીતનારી પ્રથમ ઓસ્ટ્રેલીયન ખેલાડી બની એશ્લી બાર્ટી

આઠમી ક્રમાંકિત પ્રાપ્ત એશ્લે બાર્ટીએ ફેન્ચ ઓપનની મહિલા યુગલ ફાઈનલમાં ચેક રિપબ્લિકની ૧૯ વર્ષીય માર્કેટા વોંદ્રોયૂસોવાને સરળતાથી હરાવી ટાઈટલ પોતાના નામે કરી લીધું હતું. આ જીત સાથે જ એશ્લે બાર્ટી ૪૬ વર્ષ બાદ ફ્રેંચ ઓપનનું ટાઈટલ જીતનારી પ્રથમ ઓસ્ટ્રેલીયન ખેલાડી બની ગઈ છે. આ અગાઉ ૧૯૭૩ માં માર્ગેટ કોર્ટ પેરિસમાં ચેમ્પિયન બનનારી ઓસ્ટ્રેલીયન ખેલાડી હતી.

૨૩ વર્ષીય એશ્લે બાર્ટીએ માત્ર ૭૦ મિનીટમાં આ મુકાબલો ૬-૧, ૬-૩ થી પોતાના નામે કરી લીધો હતો. એશ્લે બાર્ટીને આ જીતનો ફાયદો તેમની રેન્કિંગમાં પણ મળશે. તે આગામી અઠવાડિયે રીલીઝ થનારી રેન્કિંગમાં જાપાનની નાઓમી ઓસાકા બાદ બીજા સ્થાન પર પહોંચી જશે. તે ૧૯૭૬ માં ઇવોન ગુલાગોંગ કાવલી બાદ સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પ્રાપ્ત કરનારી ઓસ્ટ્રેલીયન ખેલાડી બની જશે.

ચેમ્પિયન બન્યા બાદ એશ્લે બાર્ટીએ જણાવ્યું છે કે, “આ અવિશ્વસનીય છે, તેને શબ્દો વર્ણવી શકાઈ નહિ. મે આજે સારી રમત દેખાડી. મને પોતાના પર અને પોતાની ટીમ પર ગર્વ છે, છેલ્લા ૨ અઠવાડિયા અવિશ્વસનીય રહ્યા છે.” એશ્લે બાર્ટીએ ૨૦૧૫ માં પ્રોફેશનલ રૂપથી ક્રિકેટ રમવા માટે ટેનીસ છોડી દીધું હતું પરંતુ તેમને પછી આ રમતમાં વાપસી કરી હતી. એશ્લે બાર્ટીએ ૧૯ વર્ષની માર્કેટા વોંદ્રોયૂસોવા સામે ૨૭ વિનર લગાવ્યા જ્યારે વર્લ્ડ રેન્કિંગમાં ૩૮ માં સ્થાન પર રહેલી ખેલાડીએ ૨૨ ભૂલોના મુકાબલામાં માત્ર ૧૦ વિનર લગાવ્યા હતા. મેચ ગુમાવ્યા બાદ તેમને જણાવ્યું હતું કે, “તમને અને તમારી ટીમને શુભકામનાઓ, તમે મને સબક શીખવાડ્યો. ભલે મને આજે જીત મળી ના હોય, પરંતુ હું વાસ્તવમાં ખુશ છુ.”

Share: