ભારતે તોડ્યો વર્લ્ડ કપનો સૌથી મોટો રેકોર્ડ

June 10, 2019
 328
ભારતે તોડ્યો વર્લ્ડ કપનો સૌથી મોટો રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ ૨૦૧૯ માં ગઈ કાલે ઓસ્ટ્રેલિયા સામે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપનો સૌથી મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તમને જણાવી દઈએ કે, ટીમ ઇન્ડિયાએ ધ ઓવલમાં રમાયેલ મેચમાં ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિણર્ય કર્યો અને શિખર ધવન (૧૧૭) ની સદીના આધારે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી ૩૫૨ રન બનાવ્યા હતા. શિખર ધવનની સદી ટીમ ઇન્ડિયા માટે ઘણી લકી રહી અને તેના આધારે વર્લ્ડ કપનો સૌથી મોટો રેકોર્ડ પોતાના નામે કરવામાં સફળ રહ્યું હતું.

ભારતીય ટીમ વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનારી ટીમ બની ગઈ છે. ભારતીય ખેલાડીઓએ વર્લ્ડ કપમાં અત્યાર સુધી ૨૭ સદી ફટકારી છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. ભારતે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદીની બાબતમાં ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધું છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૬ સદી સાથે આ યાદીમાં બીજા સ્થાન પર રહેલી છે. વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાની બાબતમાં શ્રીલંકાની ટીમ ત્રીજા સ્થાન પર રહેલી છે. શ્રીલંકા તરફથી વર્લ્ડ કપમાં ૨૩ સદી ફટકારવામાં આવી છે.

ભારત તરફથી વર્લ્ડ કપમાં સચિન તેંડુલકરે સૌથી વધુ ૬ સદી ફટકારી છે. સૌરવ ગાંગુલી ૪ સદી સાથે બીજા સ્થાન પર છે. શિખર ધવન ત્રણ વર્લ્ડ કપમાં સદી સાથે ત્રીજા સ્થાન પર છે. તેના સિવાય ભારત તરફથી વર્લ્ડ કપમાં રાહુલ દ્રવિડ, વીરેન્દ્ર સહેવાગ, વિરાટ કોહલી અને રોહિત શર્મા બે-બે સદી સદી ફટકારી છે. કપિલ દેવ, અજય જાડેજા, વિનોદ કાંબલી, સુરેશ રૈના, સુનીલ ગાવસ્કર અને યુવરાજ સિંહે વર્લ્ડ કપમાં એક-એક સદી ફટકારી છે.

વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનારી ટીમ આ પ્રકાર છે :

ભારત – ૨૭

ઓસ્ટ્રેલિયા – ૨૬

શ્રીલંકા – ૨૩

વેસ્ટ ઇન્ડીઝ – ૧૭

ન્યુઝીલેન્ડ – ૧૫

ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા – ૧૪

ઝિમ્બાબ્વે – ૬

આર્યલેન્ડ – ૫

નેધરલેન્ડ્સ – ૪

બાંગ્લાદેશ – ૩

સ્કોટલેન્ડ, કેનાડા અને યુએઈ – ૧

Share: