રાહુલ ગાંધીએ પીએમ મોદીના 'વારાણસી જેટલું પ્યારું છે કેરળ' વાળા નિવેદન પર કર્યો કટાક્ષ

June 10, 2019
 264
રાહુલ ગાંધીએ પીએમ મોદીના 'વારાણસી જેટલું પ્યારું છે કેરળ' વાળા નિવેદન પર કર્યો કટાક્ષ

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રવિવારે આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની વાળી સરકાર બિન ભાજપા શાસન પ્રદેશો સાથે સાવકી મા જેવો વ્યવહાર કરે છે. તેમને ભાજપાને 'ધિક્કાર અને ગુસ્સાની અંધ' પાર્ટી જણાવતા પીએમના 'વારાણસી જેટલું પ્યારું છે કેરલ' વાળા નિવેદન પર પણ શંકાસ્પદ વ્યક્ત કરી.

વાયનાદથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ પ્રથમ વખતઅહીંયા લોકોનો આભાર આપવા આવ્યા રાહુલ ગાંધી ત્રણ દિવસની મુલાકાતના અંતિમ દિવસે રવિવારે જણાવ્યું હતું કે, ભાજપની નજરમાં તે લોકો ભારતીયો નથી જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (આરએસએસ) સિદ્ધાંતોને નથી માનતા. કોઝિકોડના બે નાના શહેરો ઇંગાપુજા અને મુક્કમમાં લોકોને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે મોદી દેશ વાસીઓને વિભાજિત કરે છે.

તેમણે જણાવ્યું હતું કે "હું મારા અનુભવથી જાણું છું કે તેઓ ભાજપ અને બિન-ભાજપ શાસન પ્રદેશમાં ભેદ કરે છે. હું જાણું છું કે તેઓ કેરળની સાથે ઉત્તર પ્રદેશ જેવો વ્યવહાર નહીં કરે, કારણ કે અહીંયા માકપાનું શાસન છે. 'વાયનાડ ના કલપેટ્ટાથી માકપા ધારાસભ્ય સાથે શનિવારે થયેલ બેઠકનો ઉલ્લેખ આપતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'હમારા સિદ્ધાંત અલગ-અલગ છે, પરંતુ વાયનાડને વધુ સારું બનાવવા માટે સાથે મળીને કામ કરશું. અમે કેરળને નાગપુર (આરએસએસ મુખ્યાલય) સાથે સંચાલિત નહીં થવા દઈએ. વાયનાડ, મલપ્પુરમ અને કોઝિકોડ જિલ્લાઓમાં ફેલાયેલ તેમના સંસદીય વિસ્તારમાં દસ રોડ શો કર્યા પછી રાહુલ ગાંધી નવી દિલ્હી જવા માટે નીકળી ગયા.

ઉલ્લેખનીય છે કે પ્રખ્યાત શ્રી કૃષ્ણ મંદિરમાં શનિવારે પ્રાર્થના પછી મોદીએ કહ્યું હતું કે તેઓને આખા દેશની ૧૩૦ કરોડ લોકોની સંભાળ રાખવાની છે. કેરળ તેમને એટલું જ પ્યારું છે, જેટલું તેમનું મતવિસ્તાર વારાણસી છે.

જન્મ પછી ખોળામાં લીધેલ નર્સ રાજામ્માને મળ્યા રાહુલ ગાંધી

કોઝિકોડના ગેસ્ટહાઉસમાં રાહુલ ગાંધી જન્મ પછી તેમને સૌથી પહેલા ખોળામાં લીધેલ પ્રથમ નર્સ રાજામ્મા વાવથિલ સાથે પણ મુલાકાત કરી. રાજ્યથી સેવાનિવૃત્ત નર્સ રાજામ્મા ૪૯ વર્ષ પહેલાં ૧૯ જૂન, ૧૯૭૦ ના રોજ જ્યારે રાહુલ ગાંધીનો જન્મ થયો હતો, ત્યારે દિલ્હીમાં હોલી ફેમિલી હોસ્પિટલ ખાતે નોકરી કરતા હતા.

તે તેના પતિ અને પૌત્રો સાથે આવ્યા હતા. રાહુલ ગાંધીએ તેમને ઘરે બનાવેલ કટહલનું ચિપ્સ અને મીઠાઈ પર ભેટ આપી.

Share: